વ્હોટ્સએપથી મેસેજ કરવા પર ચૂકવવો પડશે ૨.૩ રૂપિયા ચાર્જ
નવી દિલ્હી, મેટાની માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપએ ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી શરૂ કરી છે. વ્હોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. WhatsApp increases international OTP charges for Businesses in India
વર્તમાનમાં કંપનીની પાસે ૨ અબજથી વધારે યૂઝર્સ છે. તેનો માત્ર મેસેજ જ નહીં, પરંતુ વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ, ડોક્યુમેન્ટ શેરિંગ જેવા કામો માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. વ્હોટ્સએપમાં મેસેજ મોકલવા માટે ૨ રૂપિયાથી વધારે ચાર્જ લેવામાં આવશે.
ઈન્ટરનેશનલ મેસેજની કિંમત પહેલાથી ૨૦ ગણી વધારે થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ ઈન્ટરનેશનલ SMSના ભાવ બહુ ઓછા છે. જો કે, યૂઝર્સ પહેલાની જેમ ળી વ્હોટ્સએપ ઉપયોગ કરતા રહેશે.
નવા નિર્ણયની અસર માત્ર બિઝનેસ SMS પર થશે. હાલ SMSનું બજાર ૯૦% જેટલું છે. કંપનીઓ મોટાભાગે ઓટીપી માટે મેસેજ મોકલે છે. ૧ જૂન ૨૦૨૪થી લાગૂ થશે નવો નિર્ણય- મીડિયો રિપોટ્ર્સ પ્રમાણે, વ્હોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ પ્રતિ મેસેજ ૨.૩ રૂપિયા ચાર્જ આપવો પડશે. આ નિયમ ૧ જૂન ૨૦૨૪થી લાગૂ થઈ જશે.
તેની અસર ભારતીય અને ઈન્ડોનેશિયા બંને દેશોના કારોબાર પર જોવા મળી શકે છે. વ્હોટ્સએપના નવા નિર્ણયથી ઈન્ટરનેશનલ કંપનીઓ જેવી કે, એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટનું કમ્યુનિકેશન બજેટ વધી જશે.જાણકારી અનુસાર, નોર્મલ ઈન્ટરનેશનલ વેરિફિકેશન કરવું મોંઘુ પડે છે અને જો કોઈ યૂઝર વ્હોટ્સએપ દ્વારા વેરિફિકેશન કરે છે, તો ઓછો ચાર્જ ચૂકવવો પડે છે. પરંતુ હવે કંપનીએ વ્હોટ્સએપ વેરિફિકેશન પણ મોંઘુ કરી દીધું છે.
ભારતમાં એન્ટરપ્રાઈસ મેસેજમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. તે માર્કેટ શેર લગભગ ૭૬૦૦ કરોડ રૂપિયા થઈ ગયા છે. આમાં જીસ્જી, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય ટ્રાન્ઝેક્શન, સર્વિસ ડિલીવરી જેવા મેસેજ સામેલ છે.કેમ કરવામાં આવ્યો આ ફેરફાર?- પહેલા ભારતીય કંપનીઓને SMS માટે ૧૨ પૈસા ચાર્જ ચૂકવવો પડતો હતો. જ્યારે વિદેશી કંપનીઓએ ૪.૧૩ રૂપિયા આપવા પડતા હતા. આ ગેપને ઘટાડવા માટે વ્હોટ્સએપએ બધાને ૧૧ રૂપિયાનો ફ્લેટ રેટ આપ્યો હતો.
પરંતુ હવે વિદેશી કંપનીઓએ ૨.૩ રૂપિયા આપવા પડશે. વ્હોટ્સએપના નવા રેટ ભારતથી શરૂ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે, ભારત વ્હોટ્સએપનું બિઝનેસ મેસેજિંગ કેટલું મહત્વનું છે.SS1MS