વોટસએપ બીઝનેસ મેસેજ ‘મોનોપોલી’નો ફાયદો ઉઠાવે છે
વોટસએપ બીઝનેસ મેસેજ હવે મોંઘા થયા- દેશમાં લોકપ્રિય સંદેશાવ્યવહાર પ્લેટફોર્મ ‘મોનોપોલી’નો ફાયદો ઉઠાવે છે
(એજન્સી) ચેન્નઈ દેશમાં વ્યકિત ગત અને ગ્રુપ મેસેજ માટે ખુબ જલોકપ્રીય બની ગયેલા વોટસએપ મસેસેજીગમાં હવે બીઝનેસ એકાઉન્ટમાં માર્કેટીગથી મેરોજીગ બધું મોઘું બની ગયું છે. ડીજીટલ-કોમ્યુનીટીીમાં વોટસએપ એ સૌથી સરળ માધ્યમ છે.
અને તેથી હવે બીઝનેસ કેટેગરી ખાસ કરીને નાના ઉધોગો તથા વ્યાપારીઓ વોટસએપ બીઝનેસ સેવાનો વ્યાપક ઉપયોગ કરે છે. પણ હવે આ બીઝનેસ મેસેજીગ મોઘા બની ગયા છે. જાેકે ઈમેલની કડાકુટ વધુ છે. અને વોટસએપ સૌથી સરળ છે તેથી ભારતમાં વોટસએપના પ૦ કરોડથી વધુ વપરાશકર્તાઓમાં ૪ કરોડથી વધુનો બીઝનેસ એકાઉન્ટ ધરાવે છે.
જેમાં નાના વ્યાપારીઓ, લઘુ અઅને મધ્યમ કક્ષાના ઉધોગો માટે તે લોકપ્રિય માધ્યમ થઈ છે. પણ હવે વોટસએપની પેરેન્ટ કંપની મેટા એ અગાઉની બીઝનેસ એકાઉન્ટ માટેની વનપ્રાઈઝ પોલીસીનો પણ અંત આવીને કેટેગરી મુજબ નવા ભાવ નિશ્ચિત કર્યા.
જેમાં યુટીલીટી મેસેજની શ્રેણીમાં જે મેસેજ આવે છે. તેઓ પ્રશતી મેસેજ હવે ૦.૩૦૮ર પૈસાના ચાર્જ અને માર્કેટીગના મેસજ માટે રૂ.૦.૭ર૬પ પૈસાના ચાર્જ લેવામાં અગાઉ વોટસએપ તમામ પ્રકારના બીઝનેસ ચાર્જ ૦.૪૮ પ્રતી મેસેજ લેતુ હતું. ઉપરાંત જે તે મેસેજના ઓથેન્ટીફીકેશન ચાર્જ પણ લેવાશે. જે હવે જાહેર થશે.
વોટસએપની પેરેન્ટ કંપની મેટાના વડા માર્ક ઝુકરભાઈ અગાઉ જ કહયું હતું કે વોટસએપ પરના બીઝનેસ મેસેજ તે કંપની માટે કમાણીની સૌથી મોટીી તક બની રહશેશે. તથા કંપની તેમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. વોટસએપ સહીતના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ માટે ભારત એ સૌથી મોટું બજાર છે.
વોટસએપથી નાના ઉધોગો કે સર્વીસ સેકટરના બીઝનેસમાં ગ્રાહક પાસે સૌથી ઝડપથી પહોચી શકાય છે. અને જવાબ પણ ઝડપી મળે છે. માર્કેટીગમાં રીસ્પોન્સ માટે તે હાથવગું માધ્યમ બની ગયું છે. અને કાયમી ગ્રાહકો કે બીઝનેસ કોમ્યુનીટી યમાટે તો આંતરીક સંદેશાવ્યવહારમાં તે ખુબજ ઉપયોગી બની ગયું છે. વોટસએપ એ હવે બીઝનેસ ટુ બ્રોડકાસ્ટ સેવા આપીને તેમાં પણ વૈવિધ્ય આપ્યું છે. અને તેમાં વોટસએપની મોનોપોલી બીઝનેસ છે પણ હવે તેની કિંમત પણ ચુકવવી પડશે.