વોટસએપમાં વોઈસ રેકોર્ડીંગ મોકલી ધમકી આપનારા ૪ કિન્નર સામે FIR

અન્ય કિન્નર સાથેના અગાઉના ઝઘડાની અદાવતમાં તમારા ચોટલા કાપી નાખીશું અને ઘર સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી.
(એજન્સી)અમદાવાદ, શહેરમાં કિન્નરો વચ્ચે ગેગવોરના કિસ્સા અવારનવાર નોધાતા આવ્યા છે. હવે વોટસએપમાં વોઈસ રેકોડીગ કરીને ધમકી આપવામાં આવી રહી હોવાનો કિસ્સો વટવા વિસ્તારમાં નોધાયો છે.
વટવામાં ચાર કિન્નરોએ અન્ય કિન્નર સાથેના અગાઉના ઝઘડાની અદાવતમાં તમારા ચોટલા કાપી નાખીશું અને ઘર સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. મારામારીમાં અગાઉ ૯રર ટાંકા આવ્યા હતા.
પણ હવે ૧૯ર ટાંકા લાવીશું તેવું વોઈસ રેકોડીગ મોકલીને ધમકીભર્યો વોઈસ મેસેજ મોકલતા કિન્નરે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર કિન્નર સામે ફરીયાદ નોધાવી છે. વટવામાં રહેતા સેજલ દે પાવૈયા સેટેલાઈટમાં યજમાનવૃત્તિ કરે છે. અગાઉ તેમને દિલ્હી ચકલા નજીક રહેતા ફૈઝાન કાઝી સાથે ઝઘડો થયો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. ૧૩ એપ્રીલી સેજલ દે ઘરે હતા તે સમયે લીઝા દેએ વોટસએપ વોઈસ રેકોડીગ મોકલ્યું હતું.
તમે મળશો ત્યારે તમારા ચોટલા કાપી નાખીશું. તમારું ઘર સળગાવી દઈશું અગાઉ ૯ર ટાંકા આવ્યા હતા. યાદ કરી લે હવે ૧૯ર ટાંકા આવશે તેવી ધમકી આપી હતી. બીજા રેકોડીગમાં સંગીતા કુંવર અને લેલા દેએ જણાવ્યું કે અમે બધા જોડી છીએ. દિલ્હી દરવાજા છીએ.
તમે અહી આવો તમને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી.ફૈઝાનનો પરમીલ ગાર્ડનવાળો કિસ્સો યાદ છે ને ? તેવી ધમકી આપીને ગાળો બોલતા હતા. આ અંગે સેજલ દેએ વટવા પોલીસ સ્ટેશનમાં લીઝા દે, સંગીતા લેલા દે એ ફૈઝન સામે ફરીયાદ નોધાવી છે.