ગુજરાતમાં જ્યારે જ્યારે કોંગ્રેસ આવું કર્યુ ત્યારે ભાજપ જીત્યું છે : અમિત શાહ
અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનાં પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે મતદાન થયું હતું ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતા. ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસે વડાપ્રધાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે ત્યારે જનતાએ મતપેટીમાં જવાબ આપ્યો છે.
આ વખતે પણ ગુજરાતની જનતા મોદીજીના અપમાનનો જવાબ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં રોડ શો કર્યો હતો. અમિત શાહે કહ્યું- સીએમ મોદીના કાર્યકાળમાં ગુજરાતની ઘણી સમસ્યાઓ ઉકેલાઈ છે. પાણીની સમસ્યાનું સમાધાન થઇ ગયું છે અને ચેકડેમ બનાવવામાં આવ્યા. ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે.તેમણે કહ્યું હતું કે ભાજપ વિકાસને મહત્વ આપી રહ્યું છે.