Western Times News

Gujarati News

“હું જ્યારે અદાણી અંગે બોલતો હતો ત્યારે મોદીના હાથ ધ્રુજતા હતા”: રાહુલ ગાંધી

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદીએ મારી અટક પર સવાલ ઉઠાવ્યા હતા.when-i-spoke-about-adani-modis-hands-were-shaking

પીએમનું કહેવુ હતુ કે, મારા નામમાં ગાંધી સરનેમ કેમ છે, નહેરુ સરનેમ કેમ નથી? રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, મારા ભાષણને સંસદના રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યા છે પરંતુ પીએમ મોદીના આ શબ્દો રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા અપમાનથી કશુ નહીં થાય, સત્ય સામે આવશે. મેં કોઈને એક શબ્દ પણ કહ્યો નથી. મે સંસદમાં ખૂબ વિનમ્રતાથી વાતથી વાત મુકી હતી.

મેં સંસદમાં કોઈ ખોટી વાત કરી નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વાત પોતાના સંસદીય વિસ્તાર વાયનાડમાં પોતાના એક સંબોધન દરમિયાન કરી હતી. કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું, મારુ મોઢુ જાેવો અને તે જ્યારે બોલે છે ત્યારે તેમનું મોઢુ જાેવો.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેમને બોલતા બોલતા કેટલી વખત પાણી પીધુ, પાણી પીતા પણ તેમના હાથ કાંપતા હતા. પીએમ મોદીને લાગે છે કે, તે ખૂબ શક્તિશાળી છે. પીએમ મોદીને એમ લાગે છે કે, લોકો તેમનાથી ડરી જશે પરંતુ આ વખતે સત્ય તેમની સાથે નથી.

પ્રધાનમંત્રી મોદી આ વખતે સત્યનો સામનો કરવો પડશે. આ પહેલા રાહુલ ગાંધીને ભાજપ સાંસદ નિશિકાંત દુબે તરફથી વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવી હતી.

રાહુલ ગાંધીને લોકસભા સચિવાલયે ૮ ફેબ્રૂઆરીએ નોટિસ આપી હતી અને આ નોટિસનો જવાબ ૧૫ ફેબ્રૂઆરી સુધી આપવાનો સમય આપ્યો છે.

રાહુલ ગાંધીએ ૨૦૧૪માં ભાજપની નેતૃત્વવાળી NDAને સત્તામાં આવ્યા બાદ અદાણીની સંપત્તિમાં અચાનક આવેલી વૃદ્ધિ અંગે ઈશારો કરીને અદાણીના મોદી સાથેના સબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગાંધીએ પ્રધાનમંત્રી પર ક્રોની કૈપિટલિજ્મના આરોપ પણ લગાવ્યા હતા.

લોકસભા સચિવાલયના સૂત્રો અનુસાર, ૭ ફેબ્રૂઆરીએ લોકસભાના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન ભ્રામક અપમાનજનક, અસંસદીય અને આપતિજનક નિવેદન આપવા અંગે વિશેષાધિકાર ભંગ નોટિસમાં રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવ્યા છે.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધી સોમવારે કોઝિકોડ મેડિકલ કોલેજમાં મૃત્યુ પામેલા વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આ પરિવારના લોકો સાથે વાતચીત કરી હતી. ૪૬ વર્ષીય વિશ્નનાથન ૧૧ ફેબ્રૂઆરીએ કોફિકોડમાં મેડિકલ કોલેજમાં આપઘાત કર્યો હતો. આ મેડિકલ કોલેજમાં તેની પત્નીની ડિલિવરી માટે એડમિટ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.