Western Times News

Gujarati News

સૈફે અમૃતાને ડિવોર્સ આપ્યા ત્યારે તે હસવાનું ભૂલી ગઈ-Sara Ali Khan

મુંબઈ, Saif Ali Khan and Amrita Singhનું અફેર ખૂબ જ ચર્ચામાં હતું. બંનેના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કારણ કે સૈફ તેના કરતાં ૧૨ વર્ષ નાનો હતો. ત્યારબાદ જ્યારે બંને અલગ થઈ ગયા ત્યારે ફરી એકવાર ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયા હતા. When Saif divorced Amrita she forgot to smile-Sara Ali Khan

સૈફે કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ અમૃતા તેના બાળકો સાથે એકલી રહેતી હતી. છૂટાછેડા પછી અમૃતાની હાલત શું હતી, દીકરી Sara Ali Khan એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મી દુનિયામાં ઘણા એવા કપલ છે, જેમણે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા લીધા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જાેડી પણ તેમાંથી એક છે.

બંનેએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને ગુપચુપ લગ્ન કરી લીધા. બંનેની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. તે સમય દરમિયાન અમૃતા સિંહ ટોચની અભિનેત્રી હતી, જ્યારે સૈફ અભિનયની દુનિયામાં પોતાના મૂળિયા જમાવી રહ્યો હતો.

પહેલી મુલાકાતમાં જ સૈફે અમૃતાના ખભા પર હાથ મૂક્યો હતો. સૈફનો આ આત્મવિશ્વાસ જાેઈને અમૃતા પણ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. બંનેએ તેને જાેતાં જ એકબીજાને પ્રેમ કરવાનું શરૂ કર્યું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફોટોશૂટ પછી જ સૈફ અને અમૃતાની નિકટતા વધવા લાગી. બંને એકબીજાની નજીક આવ્યા અને પછી તેઓએ કોઈને કહ્યા વગર ગુપચુપ લગ્ન કરી લીધા.

સૈફ અભિનેત્રી કરતાં ૧૨ વર્ષ નાનો હતો. તે સમયે અમૃતા ૩૨ વર્ષની હતી અને સૈફ માત્ર ૨૦ વર્ષનો હતો. આવી સ્થિતિમાં જેમણે પણ તેમના લગ્નના સમાચાર સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા. બંનેના આ લગ્ન પછી બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો. પરંતુ લગ્નના ૧૩ વર્ષ પછી જ બંનેએ એકબીજાથી અલગ થવાનો ર્નિણય કર્યો અને તેમના સંબંધમાં તિરાડ પડી.

તેમણે છૂટાછેડા લઈ લીધા. બંનેએ લગ્નના ૧૩ વર્ષ બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી અમૃતાને બાળકોની કસ્ટડી મળી હતી. સારા અને ઈબ્રાહિમ હજુ પણ અમૃતા સાથે રહે છે. હા, સમયાંતરે તે તેના પિતા સૈફને મળવા આવતી રહે છે.

એક ઈન્ટરવ્યૂમાં સારા અલી ખાને ખુલાસો કર્યો હતો કે, તેના માતા-પિતાના લગ્ન તૂટવાની તેના પર કેવી અસર થઈ. સારાએ કહ્યું હતું કે, તેણે જાેયું હતું કે તેની માતા હસવાનું ભૂલી ગઈ હતી. લગ્નજીવનમાં તે ખુશ નહોતી. સારાએ કહ્યું હતું કે, દુઃખી રહેવા કરતાં અલગ રહેવું વધુ સારું છે, હવે મને માતાને મુક્ત અને હસતી જાેઈને સારું લાગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.