સલમાને લાંચ કરી તો જાણે, ખોવાયેલાં બાળક જેવું લાગ્યુંઃ ઝરીન
મુંબઈ, ઝરીન ખાને ૨૦૧૦માં ‘વીર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. સલમાન ખાને તેને લોંચ કરી હતી. એ વખતે દેખાવમાં સમાનતાને કારણે ઝરીન ખાનની સરખામણી કેટરિના કૈફ સાથે થતી હતી. તાજેતરમાં જ ઝરીને એક પોડકાસ્ટમાં જણાવ્યું કે ‘વીર’ પછી તેનું જીવન કેવું થઈ ગયું હતું.
ઝરીન ખાનને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં ડેબ્યુ કર્યા પછી તેને કેવું લાગ્યું અને તેનો અનુભવ કેવો રહ્યો. ત્યારે ઝરીને કહ્યું કે તેનો બહુ ખરાબ અનુભવ હતો અને તેને ઘણી ટીકાનો સામના કરવો પડ્યો હતો. ઝરીન માટે આ ફિલ્મ જીવન બદલનારી ક્ષણ હતી, તો ઝરીને કહ્યું કે શરૂઆતમાં તે બહુ ખુશ હતી કે તેની સરખામણી કેટરિના કૈફ સાથે થાય છે.
તેણે કહ્યું,“મારા માટે, જે એક વજનદાર હોય, તેની સરખામણી કેટરિના સાથે થાય તે બહુ મોટી વાત હતી.” જોકે, ઇન્ડસ્ટ્રીમાં કેટરિના જેવી દેખાતી હોવાથી તેની કૅરિઅર પર મોટું બૅકફાયર થયું. આ જ પોડકાસ્ટમાં ઝરીન ખાને યાદ કર્યું કે બોલિવૂડની જાણીતી હસ્તીઓ આ ફિલ્મની રિલીઝ બાદ તેને એરોગન્ટ ગણતાં હતાં.
ઝરીને કહ્યું કે, તેને જાણે એક “ખોવાયેલાં બાળક” જેવું લાગતું હતું, જે ઇન્ડસ્ટ્રીમાં નવું હતું અને કોઈને ખાસ ઓળખતું નહોતું. તેણે કહ્યું,“હું ખચકાતી હતી, તેથી મૌન રહેતી હતી. તો એ લોકો એવું વિચારતા કે હું એરોગન્ટ છું. લોકો કહેતાં કે સલમાને મને લોંચ કરી એટલે હું આટલી એરોગન્ટ છું.”
ઝરીન ખાને આગળ કહ્યું, કે તેની સરખામણી થવા લાગી તો શરૂઆતમાં તો ગમ્યું પણ પછી હું ઘરમાં જ રહેવા લાગી. પરંતુ પછી લાગ્યું કે લાંબો વખત સુધી અપસેટ રહેવાનો કોઈ અર્થ નથી. પછી ઝરીન ખાન ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. છેલ્લે તે ૨૦૨૧માં ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી.SS1MS