Western Times News

Gujarati News

પિતાને હડકવા ઉપડતાં સગા દીકરાને બચકું ભરવા દોડયો

પ્રતિકાત્મક

યુવકને હડકાયું કૂતરું કરડયા પછી ઈન્જેકશન ના લેવાનું ભારે પડી ગયું. -દીકરો ભાગ્યો તો બીજા બેને બચકા ભર્યાઃ દોરડાથી બાંધી હોસ્પિટલ લઈ જવાયો

મોરબી, મોરબી જિલ્લાના વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકને હડકાયું કૂતરું કરડયા પછી ઈન્જેકશન ના લેવાનું ભારે પડી ગયું. યુવકને ત્રણ દિવસ પછી હડકવા ઉપડતાં દિકરાને બચકું ભરવા દોડયો. દિકરો ભાગ્યો તો બીજી બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા.

આ ઘટનાની વિગતો એવી છે કે, સામાન્ય રીતે કૂતરું બચકું ભરે ત્યારબાદ જરૂરી ઈન્જેકશન કે સારવાર લેવામાં આવે તો ત્યારબાદ હડકવા ઉપડવાની શક્યતાઓ નહીંવત થઈ જતી હોય છે પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનને ત્રણેક દિવસ પહેલાં હડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું. એ પછી પણ યુવાને જરૂરી સારવાર લીધી ન હતી.

રાત્રીના સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેઓને હડકવા ઉપડયો હતો અને તે પોતા જ ઘરની અંદર રહેલા તેના દિકરાને બચકું ભરવા માટે થઈને ત્યાં રહેતા કાકા પાસે ગયો હતો અને ત્યાં તેણે વાતની જાણ કરીહતી કે તેના પિતા તેને બચકું ભરવા માટે આવી રહ્યા છે.

આથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જે તે સમયે યુવાનને ત્યાં બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી તેમના આડોશી-પાડોશી તથા પરિવારજનો દ્વારા યુવાનના હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા. એ પછી આ યુવકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં લઈ જવામાં આવ્યો હતો.

આથી ડૉક્ટરો તથા સ્ટાફ નવાઈ પામ્યો હતો. આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ દર્દીને હડકવા ઉપડયો છે. આથી યુવાનને તેના જ પરિવારજનો સહિતના ગ્રામજનો દ્વારા બાંધી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ડૉક્ટર દ્વારા આ દર્દીની જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.