Western Times News

Gujarati News

પતિને સાપે ડંખ માર્યો તો પત્ની ફિલ્મી સ્ટાઈલમાં ઝેર ચૂસવા લાગી હતી

બંનેની હાલત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

(એજન્સી)ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક યુવકને સાપે ડંખ માર્યો, જે બાદ તેની પત્નીએ પતિનો જીવ બચાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં સાપના ડંખવાળી જગ્યા પર મોંથી ઝેર ચૂસવાનું શરુ કરી દીધું. જેનાથી પતિ સાથે સાથે પત્નીની પણ તબિયત ખરાબ થઈ ગઈ.

બંનેને હોસ્પિટલમાં હવે એક સાથે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મમાલો ફિરોઝાબાદ પોલીસ સ્ટેશ હદ વિસ્તારમાં આવાત નારખી વિસ્તારના ગામ ગોંછ કા બાગનો છે. જ્યાં રહેતા પ્રદીપ ઘરની બહાર કંઈક કામ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં છુપાઈને બેઠેલા એક ઝેરી સાપે તેને ડંખ મારી લીધો.

સાપના કરડ્યા બાદ પ્રદીપ જોર જોરથી ચિસો પાડવા લાગ્યા. પ્રદીપનો અવાજ સાંભળી તેની પત્ની સુમન દોડતી આવી. પત્નીને જ્યારે તેની જાણકારી થઈ કે પત્નીને ઝેરી સાપે ડંખ માર્યો છે તો તેણે કંઈ પણ વિચાર્યા વિના જે જગ્યાએ પતિને સાપે ડંખ માર્યો હતો, ત્યાં મોં લગાવીને સાપનું ઝેર ચૂસવા લાગી.

પતિના શરીરમાંથી ઝેર કાઢતી વખતે સુમનના શરીરમાં પણ ઝેર જતું રહ્યું. જેનાથી થોડી વારમાં પત્નીની પણ તબિયત ખરાબ થવા લાગી. આ ઘટનાની જાણકારી મળતા આખા પરિવારમાં હડકંપ મચી ગયો. પરિવારે તાત્કાલિક બંનેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

પરિવારે આ ઘટના અંગે જણાવ્યું છે કે, સાપના ડંખથી પત્નીએ ઝેર ચૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ફિલ્મોમાં જોયું હતું કે મોં દ્વારા ઝેર ચૂસીને બહાર કાઢવામાં આવે છે. તેવી જ રીતે તેણે પણ કોશિશ કરી, જો કે આ ઘટનામાં તેની હાલત ખરાબ થઈ ગઈ. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, પ્રદીપ અને તેની પત્નીની દાખલ કરવામાં આવ્યા છે, બંનેની સારવાર ચાલી રહી છે, હાલ બંને બેભાન અવસ્થામાં છે. ભાનમાં આવતા સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.