પોલીસે બિનવારસી કારની તલાસી લેતાં કોથળામાં 12 લાખનો પોષડોડાનો જથ્થો મળી આવ્યો
વેણપુર પાસે ગાડીમાંથી ૧ર.૬૬ લાખનો ૪રર કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો
ભિલોડા, અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં.૮ પરથી નશાના સોદાગરો મોટા પ્રમાણમાં દારૂ સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે શામળાજીના વેણપુર નજીક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ સ્થળ પર કાર મુકી ફરાર થઈ જતાં શામળાજી પોલીસે બિનવારસી કારની તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટીકના મોટા કોથળામાં પોષડોડાનો અધધ ૪રર.૧૭૦ કિલોગ્રામ જથ્થો જાેઈ ચોંકી ઉઠી હતી જેને જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજીના વેણપુર નજીક ગુરુવારે બપોરે કારના ચાલકે રોડ પરથી પસાર થતા એક બાઈક ચાલકને ટકકર મારી અકસ્માત સર્જતા કારનો ચાલક કારમાં પોષડોડાનો જથ્થો ભરેલો હોવાથી સ્થળ પર કાર મુકી ફરાર થઈ જતાં દોડી આવેલી શામળાજી પોલીસને બિનવારસી કારની અંદર શંકાસ્પદ પ્લાસ્ટિકના થેલાઓ જાેવા મળતાં પીએસઆઈ દેસાઈને જાણ કરતાં તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા
અને તલાસી લેતાં અંદર મોટા પ્રમાણમાં પોષડોડાનો જથ્થો ભરેલો હોવાથી એફએસએલને જાણ કરતાં ટીમ સાથે પહોંચી પ્લાસ્ટિક બેગમાં ભરેલ અધધ ૪રર.૧૭૦ કિલોગ્રામ કી. રૂ.૧ર,૬૬,પ૧૦ના જથ્થા સહિત કુલ રૂ.૧૭.૬૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અજાણ્યા કાર ચાલક સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.