સુપ્રિમકોર્ટની કોલેજીયમ ગુણવત્તાની ચકાસણી કરી ન્યાયાધીશોને બઢતી આપે છે ત્યારે….
…રૂલ્સ-૨૦૦૫ ના ભંગને લઈને બઢતી રદ થતાં સુપ્રિમ કોર્ટમાં ‘અપમાનિત’ ના મુદ્દાને નામે થયેલી પીટીશન ગ્રાહ્ય રાખશે ?! વકીલોમાં શરૂ થયેલ વિચાર વિમર્શ ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે. જયારે ડાબી બાજુથી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે !! બીજી તસ્વીર જસ્ટીસ શ્રી પી. એસ. નરસિમ્હાની છે. જયારે ત્રીજી તસ્વીર જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાની છે.
જેઓની ખંડપીઠ સમક્ષ બઢતી પછી મૂળ જગ્યાએ પાછા ફરેલા કેટલાક ન્યાયાધીશોએ સુપ્રિમ કોર્ટ સમક્ષ દાદ માંગીને આ ઘટનાને “અપમાનિત” ગણાવી છે. પરંતુ સુપ્રિમ કોર્ટનું અવલોકન અને મૂલ્યાંકન જાેતાં રૂલ્સ-૨૦૦૫ ના ઉંલ્લંઘનને સુપ્રિમ કોર્ટ કઈ રીતે યથાર્થ ગણાવી શકશે ?!
આ મુદ્દો વકીલ આલમમાં “ટોક ઓફ ધી બાર” નો મુદ્દો બની ગયો છે !! સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ તેઓ ન્યાયાધીશોની ગુણવત્તા સક્ષમતાના સમર્થક છે !! તેઓએ એક સમયે કહ્યું હતું કે, તેઓ કોઈપણ ન્યાયાધીશને બઢતી આપતાં પહેલા ન્યાયાધીશે આપેલા ચૂકાદાઓનો બારીકાઈથી અભ્યાસ કરાય છે.
તેઓનું મેરિટ ચકાસાય છે !! જે જે આપેલા ચૂકાદાઓનું વિશ્લેષણ થાય છે તેમના વ્ય ક્તત્વનું પણ મૂલ્યાંકન થાય છે પછી ન્યાયાધીશને કોલેજીયમ બઢતી આપે છે !! ટેકનોલોજી એ કેસના ઝડપી નિકાલ માટે છે પણ ન્યાયની ગુણવત્તા ન્યાયાધીશને જ આભારી છે એવું માનનારા ચીફ જસ્ટીસ બઢતી અને બદલીને કઈ રીતે જાેશે તેના પર સૌની મીટ છે.
બીજી તરફ જસ્ટીસ પી.એસ. નરસિમ્હા પણ ન્યાયતંત્રની ગુણવત્તા સક્ષમતાના આગ્રહી છે જયારે જસ્ટીસ શ્રી જમશેદભાઈ બરજાેર પારડીવાલા પણ બંધારણવાદની ભાવનાના સમર્થક છે અને કાયદાના શાસનના રખેવાળ છે ત્યારે હવે ગુજરાતના ૬૮ ન્યાયાધીશોમાંથી ૪૦ તેમના પાછલા હોદ્દા ઉપર પાછા ફર્યા છે તેમને “ફકત અપમાન” ના મુદ્દે પુનઃ પ્રમોશન સ્વીકારશે ?! આ મુદ્દો સુપ્રિમ કોર્ટમાં મહત્વપૂર્ણ બની રહેશે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ મુકેશભાઈ શાહ અને જસ્ટીસ સી.ટી. રવિકુમારની ખંડપીઠે સબ જયુડીશ મેટરમાં ગુજરાત સરકારે બઢતી આપતા અને બઢતીના નિયમો નહીં પળાતા મેટર સ્ટે કરતા તેની સૂનાવણી જુલાઈમાં થશે !!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટીસ જે. બી. પારડીવાલા બંધારણ, કાયદાના શાસનના અને ગુણવત્તાના રખેવાળ છે ત્યારે ન્યાયાધીશોની બઢતીના મુદ્દે રસપ્રદ ચૂકાદો આવી શકે છે ?!!
અમેરિકન મહાન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશરે અદ્દભુત ટકોર કરતા કહ્યું છે કે, સાહજક તત્વચિંતકો તો ગયા, હવે આપણે વૈજ્ઞાનિકો જ બચ્યાં છીએ, જે પોતાની સંખ્યા પાછળ મીંડા જ વધારી રહ્યા છે!! અમેરિકન વૈજ્ઞાનિક, લેખક અને પ્રકાશક બેન્જામીન ફ્રેન્કલીને સરસ કહ્યું છે કે, કાં તો કંઈક વાંચવા લાયક લખો, કાં તો કંઈક લખવા લાયક કરો!!
આજના આધુનિક યુગમાં પણ જાે કોઈને ભરોસો હોય તો તે દેશના ન્યાય તંત્ર પર છે !! અને લોકોને ન્યાય તંત્ર પર ભરોસો એટલા માટે છે કે, સંવેદનશીલ, નિડર, નિષ્પક્ષ ન્યાયાધીશો દેશના બંધારણ મુજબ ન્યાય કરે છે. પરંતુ ન્યાયાધીશોની સક્ષમતા અને નિષ્ઠા જાેઈને કોલેજીયમ ન્યાયાધીશોની પસંદગી કરે છે.
પરંતુ ન્યાયાધીશોની પસંદગીમાં નાનકડી ભુલ ભારતના ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર પૂર્ણ વિરામ મુકી શકે છે. માટે સાતત્ય તપાસવા માટે ગુજરાતના સિવીલ જજ કેડરના અને જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કક્ષાના ૬૮ ન્યાયાધીશોને પ્રમોશન અપાયું તેની સામે સુપ્રિમ કોર્ટ સ્ટે આપ્યો છે અને ન્યાયાધીશોની બઢતી અટકી ગઈ છે કેટલાક સિનીયર વકીલો માને છે કે આ યોગ્ય થયું છે !!
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ અને જસ્ટીસ સી.ટી. રવિકુમારનું અવલોકન ન્યાયાધીશોનું પ્રમોશન અથવા બઢતી ગુણવત્તા ઉપરાંત સિનિયોરીટી તેમજ યોગ્ય પરીક્ષા પાસ કર્યા પછી જ થવી જાેઈએ અને સુપ્રિમ કોર્ટે બઢતી સામે સ્ટે આપતા તેની સૂનાવણી જુલાઈમાં થશે ? !
અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે, “ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને પકડી રાખવું એ ન્યાય કહેવાય!! ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી મુકેશભાઈ આર. શાહ અને જસ્ટીસ શ્રી સી.ટી. રવિકુમારની ખંડપીઠે ગુજરાતની નીચલી અદાલતોના ૬૮ ન્યાયાધીશો બઢતીની પ્રાથમિક સૂનાવણી પછી ૬૮ માંથી ૪૦ ન્યાયાધીશોના પ્રમોશનના નિર્ણયને રદ કરી નાંખ્યો હતો અગાઉ સિવીલ જજ કેડરના અધિકારીઓ શ્રી રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપ રાય મહેતાએ પડકારી હતી !!
જસ્ટીસ શ્રી એમ. આર. શાહના નેતૃત્વ વાળી ખંડપીઠ સમક્ષ ૬૮ ન્યાયાધીશોની બઢતીનો પ્રશ્ન સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન હોવા છતાં અને સુપ્રિમ કોર્ટે નોટિસ જાહેર કરી હોવા છતાં ગુજરાત સરકારે ૧૮ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ પ્રમોશન હુકમ જારી કરી દેતા સમગ્ર મામલાની સૂનાવણી સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ અને જસ્ટીસ શ્રી સી.ટી. રવિકુમારની બેન્ચે વધુ સૂનાવણી હાથ ધરી એવું અવલોકન કર્યુ છે કે,
જયુડીશીયલ સર્વિસ રૂલ્સ-૨૦૦૫ નું ઉલ્લંઘન છે અને નિયમોમાં જણાવ્યું છે કે, પ્રમોશન અથવા બઢતી ગુણવત્તા સાથે સિનિયોરીટી તેમજ યોગ્ય પરીક્ષા પાસ કર્યા વગર પ્રમોશન થઈ શકે નહીં !! સુપ્રિમ કોર્ટના હુકમના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટે નવું નોટિફિકેશન જાહેર કરી ૬૮ માંથી ૪૦ ન્યાયાધીશોની બઢતી રદ કરી નાંખતા ભારે ખળભળાટ મચી ગયો છે !!
ઉપરથી નીચેના હોદ્દા પર જવાની પરિ સ્થતિ સર્જાતા કેટલાકે ફરી સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે !! જેની સૂનાવણી જુલાઈમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ વાળી બેન્ચમાં હાથ ધરાશે પરંતુ કોલેજીયમ પ્રથાની ગુણવત્તા વાળી અને સક્ષમતા વાળી નિતિને વળગી રહેનાર સુપ્રિમ કોર્ટ તેમાં કઈ રીતે અવલોકન કરે છે એ જાેવાનું રહે છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.