પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિએ ભર્યુ અંતિમ પગલું
અમદાવાદ, શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી, કારણ કે પિતાએ ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ એ હતું કે, પત્નીએ બાળકો અને પતિને તરછોડી દીધા હતા અને પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
આ ઘટના પહેલાં તેણે બનાવેલા પાંચ વિડીયોમાંથી એકમાં વટવાના રહેવાસી મુકેશ પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, તેની ૧૮ વર્ષીય પત્ની ઉર્મિલા અને મનિષસિંહ રાજપૂત તેના મૃત્યુ માટે જવાબદાર છે. પતિએ એવો પણ દાવો કર્યો હતો કે, પોલીસે તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી જવાની ફરિયાદ પર ધ્યાન આપ્યું નથી. કેટલાંક વિડીયોમાં મુકેશ પ્રિયદર્શીએ તેની પત્નીના કથિત અફેર વિશે પણ વાત કરી હતી.
જ્યારે અન્યમાં તે તેના બે પુત્રો સાથે ચેટ કરતો જાેવા મળ્યો હતો. એક ક્લિપમાં તે પોલીસ અધિકારી સાથે વાત કરતો જાેવા મળ્યો હતો. વટવા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તેના મોબાઈલ ફોનમાંથી જે વિડીયો મળ્યા છે એ મુજબ, મુકેશ માને છે કે તેની પત્ની અને તેનો પ્રેમી મનિષ સિંહ રાજપૂત તેની આત્મહત્યા માટે જવાબદાર છે.
એક વિડીયોમાં તે કહે છે કે, રાજપૂતે મારી પત્નીને ક્યાંક છૂપાવી છે, પરંતુ તેણે તેને ક્યાં રાખી છે તે જાહેર કરી રહ્યો નથી. સુરેશ સાહેબે પણ મને મદદ કરવાને બદલે મારી પાસે રુપિયાની માગણી કરી હતી, કારણ કે હું નીચી જાતિમાંથી આવું છું. તેઓ મારી પત્નીને શોધી રહ્યા નથી. હું તેને સમજાવવા માગુ છું કે તે જે કરી રહી છે તે ખોટું છે.
હું તેને કહેવા માગું છું કે, હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. હું આત્મહત્યા કરીને મરી રહ્યો છું, કારણ કે મારુ જીવન હવે નિરર્થક બની ગયું છે. હું વિચારું છું કે મારા મૃત્યુ પછી મારા બે પુત્રોનું શું થશે. વટવા પોલીસના જણાવ્યા મુજબ, મુકેશના સાળા સચિન કે જેમને દુઃખદાયક વિડીયો મળ્યો હતો તેણે તે વ્યક્તિ ગંભીર તકલીફમાં હોવાનું સમજીને ફોન પર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાે કે, તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સચિન વટવામાં રહેતા મુકેશના ઘરે ગયો હતો અને ત્યાં તેની ડેડબોડી મળી હતી. એ પછી તેણે મુકેશના ભાઈનો સંપર્ક કર્યો હતો અને તેમને બનાવની જાણ કરી હતી.SS1MS