મોડી રાત્રે ટેક્ષીમાં એકલા મુસાફરી કરો ત્યારે પરિવારના કોઈ સભ્યને લોકેશન જરૂર શેર કરો
એમજી સાયન્સ સંસ્થાએ હોસ્ટેલની મુસાફરી કરતી વિધાર્થિનીઓ માટે શીબીર યોજી
(એજન્સી)અમદાવાદ, નવરંગપુરામાં આવેલી એમ.જી. સાયન્સ સંસ્થા દ્વારા જે વિધાર્થીનીઓ હોસ્ટેલ, પીજી તથા દુરના વિસ્તારથી મુસાફરી કરતી હોય તેમના માટે સાવચેતીના પગલાં સમજાવવા માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનાર ખાસ પબ્લીકી ટ્રાન્સપોર્ટટ તથા ટેક્ષી મુસાફરી તથા ઓન ડીમાન્ડ ટ્રાન્સપોર્ટમાં કેવી મુશ્કેલી આવી શકે છે તે વિશે સમજાવાયું હતું. આ કાર્યક્રમમાં ૧પ૦થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
મોટીવેશન સ્પીકર જાગૃતિ પટેલના જણાવ્યા અનુસાર પહેલીવાર આ પ્રકારના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી પબ્લીક ટ્રાન્સપોર્ટ દ્વારા મહીલા ઉપર થતા ક્રાઈમમાં વધારો થયો છે. શહેરમાં મોટોભાગે દીકરીઓ હોસટેલ અને પીજીમાં વસવાટ કરવા માટે આવે છે.
તો કેટલીક દીકરીઓ શહેરરના દુરના વિસ્તારથી ટ્રાન્સપોર્ટટ કરતી હોય છે. તેમને સમજાવવા માટે આયોજન કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે, રાત્રીના સમયે જો તમને ટેક્ષીમાં મુસાફરી કરો તો તમારા પરીવારના કોઈ એક વ્યકિતને લોકેશન શેર કરો. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
સંસ્થાએ ૭થીવધુ મુદ્દા પર વિશેષ જ્ઞાન આપ્યું
રાત્રે બંને તો બીઆરટીએસ તથા એમએમટીએસનો ઉપયોગ કરો • તમને શંકાસ્પદ લાગે અથવા રાત્રે મોડું થાય તો નીકળી ત્યાર સ્ક્રીન શોર્ટ લઈને પરીવારના સભ્યને મોકલો. • બને તો મોડા નીકળવાનું ટાળો અથવા સાવચેતી રાખો.
• રાઈડ ચાલુ થાય તો પોતાના ગુગલ મેપ દ્વારા ચેક કરો. • બહુ ભીડ હોય અને ડ્રાઈવ કરીને જવાનું કે તો ના પાડી દો. • નવી ટેકનોલોજી વધી છે. પરંતુ નવી એપ્લીકેશન વાપરો તો ધ્યાન રાખો. • રાત્રે મોડા મુસાફરી કરોતો ૧થી વધુ જોડે હોય તેવી રીતે પ્લાન કરો.