Western Times News

Gujarati News

DGVCLની જેમ અન્ય વીજ કંપનીઓ સ્માર્ટ મીટર ક્યારે લગાવશે?

પ્રતિકાત્મક

દ.ગુજરાત વીજ કંપની દ્વારા ટૂંક સમયમાં સ્માર્ટ મીટર લગાવાશે

(એજન્સી)સુરત, હવે મોબાઈલની જેમ વીજળીના વપરાશ માટે પણ પ્રિપેઈડ કાર્ડ વાપરવામાં આવશે. મોબાઈલ માટે નહિ પરંતુ સ્માર્ટ મીટર માટે સીમ કાર્ડ વપરાશે. સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઈડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ઊભી કરાઇ છે.

વીજ ધારકો હવે પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરી શકશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને ૭ જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવા કવાયત શરૂ કરાઇ છે. આ અંગે ડીજીવીસીએલના એમ. ડી યોગેશ ચૌધરી એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને ૭ જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે.

આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ જૂન ૨૦૨૩ પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ કરી દેવાશે. સ્માર્ટ મીટરમાં વીજચોરી કરનારાઓની માહિતી તો મળી જશે. પરંતુ શિળાયો. ઉનાળો અને ચોમાસાની સિઝનમાં કયા વિસ્તારમાં કેટલો વીજલોડની જરૂરિયાત છે. તેની સચોટ માહિતી મળી રહેશે. જેથી કરીને સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.

ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ ગુજરાતમાં પણ મોબાઈલની જેમ પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદવી પડશે એ દિવસ દૂર નથી. સરકારે સ્માર્ટ મીટરના નામે ડિજિટલ વીજ મીટર બદલવાનો તખ્તો ગોઠવી દીધો છે, સ્માર્ટ મીટરના નામે રાજ્યના તમામ ઘરે ઘરે પ્રિપેઈડ કાર્ડવાળા મીટર લગાડી દેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.