ક્યાં ગાયબ થઈ ગયા આમિર ખાનના ભાઈ તારિક?
મુંબઈ, શું તમને એક્ટર તારિક ખાન યાદ છે? જે બોલિવૂડ ગીત ક્યા હુઆ તેરા વાદાથી છોકરીઓમાં ઘણો લોકપ્રિય થઈ ગયો હતો. તે સમયે તારિક ખાન જાણે રોકસ્ટાર બની ગયો હતો. તારિક ખાન જાણીતા બોલિવૂડ એક્ટર આમિર ખાનનો કઝિન છે.
તારિક ખાને ફિલ્મ યાદોં કી બારાતથી એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું હતું. જ્યારે વર્ષ ૧૯૭૭માં આવેલી ફિલ્મ હમ કિસી સે કમ નહીંથી તારિક ખાન ઘણો પોપ્યુલર થઈ ગયો હતો. હવે વાત જાણે એમ છે કે એક્ટર તારિક ખાન અત્યારે ક્યાં છે અને શું કરે છે? તારિક ખાને કુલ ૧૬ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.
જેમાં ‘હમ કિસી સે કમ નહીં’, ઝખ્મી અને યાદોં કી બારાત જાણીતી છે. તારીખ ૯ નવેમ્બર, ૧૯૫૧ના દિવસે તારિક ખાનનો જન્મ થયો અને આજે તેઓની ઉંમર ૭૦ વર્ષ છે. તારિક ખાનનો જન્મ લખનઉમાં થયો હતો. તે જાણીતા બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમિર ખાનનો કઝિન છે.
વર્ષ ૨૦૨૧માં તારિક ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘તેને ક્યારેય પણ ફિલ્મોમાં આવવાની ઈચ્છા નહોતી. તારિક ખાને એવું પણ કહ્યું હતું કે તાહિર હુસૈન અને નાસિર હુસૈન મારા મામા છે. પણ, મેં ક્યારેય એક્ટિંગ કરવાનું વિચાર્યું નહોતું. હું મિકેનિકલ એન્જિનિયર બનવા માગતો હતો પણ નસીબ મને એક્ટિંગમાં લઈ આવ્યું.
તારિક ખાને ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે અંકલ નાસિર હુસૈને મને એક પાર્ટીમાં ડાન્સ કરતા જાેયો ત્યારે તેમણે મને ફિલ્મ ‘યાદોં કી બારાત’માં કાસ્ટ કરવા માટેનો ર્નિણય લીધો. ત્યારે તારિક ખાનની ઉંમર ૨૨ વર્ષ હતી. ‘યાદોં કી બારાત’ ફિલ્મથી તારિક ખાનને ‘રોકસ્ટાર’નો ટેગ મળ્યો હતો.
બાદમાં તારિક ખાને ‘તારિક નાઈટ્સ’ નામથી ઘણાં બ્લોકબસ્ટર શૉ કર્યા કે જેમાં તેઓ પોતાના હિટ ગીતો પર પરફોર્મ કરતા હતા. અત્યારે તારિક ખાન એક બિઝનેસમેન છે. તેઓ એક શિપમેન કંપનીમાં સુપરવાઈઝિંગ એક્ઝિક્યુટીવ છે. તારિક ખાન સોશિયલ મીડિયા પર પણ નથી. તારિક ખાનની અન્ય જાણીતી ફિલ્મો ‘મેરા દામાદ’, ‘બાત બન જાયે’, ‘ઝબરદસ્ત’, ‘મંઝિલ મંઝિલ’, ‘પસંદ અપની અપની’, ‘શોખીન’, ‘ઝમાને કો દીખાના હે, ‘આપ સે પ્યાર હુઆ’ વગેરે છે.SS1MS