કલાકારોને કવિતા માટે તેમનો પ્રેમ અને લખવા પ્રેરણા ક્યાંથી મળી
વિશ્વ કવિતા દિવસ દર વર્ષે 21 માર્ચે ઊજવાય છે, જે કવિતા થકી ભાષાકીય વૈવિધ્યતાને ટેકો આપે છે. એન્ડટીવીના કલાકારો કવિતા માટે તેમના પ્રેમ અને તે લખવા તેમને ક્યાંથી પ્રેરણા મળી છે તે વિશે વાત કરે છે. આમાં દૂસરી માનો મોહિત ડાગા (અશોક), હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી (કટોરી અમ્મા) એ ભાભીજી ઘર પર હૈના રોહિતાશ ગૌર (મનમોહન તિવારી)નો સમાવેશ થાય છે.
અશોકની ભૂમિકા ભજવતો મોહિત ડાગા કહે છે, “મને હંમેશાં હિંદી સાહિત્યમાં રુચિ રહી છે. શરદ જોશી, હરિશંકર પરસાઈ અને પ્રેમ ચંદ દ્વારા લિખિત કવિતા મને પ્રેરિત કરે છે અને જીવન પર નવું પરિપ્રેક્ષ્ય પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. કવિતા દેખીતી રીતે જ કોઈને પણ લાગુ થતું સૌથી ઉત્તમ વ્યસન છે.
યુવા વયથી જ હું કિતાબી કીડો હતો. હું મારી મનગમતી કવિતાઓમાં એટલો રચ્યોપચ્યો રહેતો હતો કે અન્ય વિષયોમાં ઝાઝું ધ્યાન આપતો નહોતો (હસે છે). સાહિત્યનો કોઈ પણ અન્ય પ્રકાર કવિતા તરીકે ઘણી બધી લાગણીઓ અને ભાવનાઓ નિર્મણ નહીં કરી શકે છે.
કવિતા વિશે વધુ એક સારી વાત એ છે કે તે ભીતર બહુ શાંતિ આપે છે. આજની પેઢીને વીતેલાં વર્ષોની ક્લાસિક અમારા જેટલી ગમતી નહીં હોઈ શકે. છતાં ખાસ કરીને યુવાનો સહિતના લોકો તેમના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પણ કાઢીને કવિતા લખે અથવા વાંચે છે.”
કટોરી અમ્માની ભૂમિકા ભજવતી હિમાની શિવપુરી કહે છે, “કવિતા હંમેશાં મારા જીવનનો આંતરિક હિસ્સો રહી છે. પ્રવાસ કરવા સમયે મારી મનગમતી પ્રવૃત્તિ કવિતાના પોડકાસ્ટ્સ સાંભળવાની હતી. વાંચનથી પઠન સુધી મને કવિતા વિશે બધું જ ગમે છે. વિલિયમ વર્ડસ્મિથ દ્વારા ડેફોડિલ્સ, રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, રવીંદ્રનાથ ટાગોરનીધ ચાઈલ્ડ અને ઘણી બધી અન્ય મારી મનગમતી છે.
હાઈ સ્કૂલ અને કોલેજ દરમિયાન હું હંમેશાં સાહિત્યમાં અને કવિ સંમેલનમાં ભાગ લેવામાં આગળ રહેતી હતી. તે ઊભરતા અને ઊછરતા તારલાઓને મળીને અને તેમનો એક હિસ્સો બનવાનું મને પ્રોત્સાહિત કરે છે. કવિતા અને સાહિત્યમાં મારી રુચિ હોવાથી જ હું રંગમંચમાં જોડાઈ હતી. મારા ફુરસદના સમયમાં હું પેન લઈને મારી ભાવનાઓને કવિતાઓ થકી લખું છું. મેં નિસર્ગ, મહિલા, એકલતા અને સામાજિક મુદ્દાઓ પર લખ્યું છે.
આજે ફૂલતાફાલતા આનંદિત મિડિયના અવકાશ સાથે હું માનું છું કે કવિઓ દુનિયા સાથે શબ્દોનો તેમનો સુંદર ખજાનો શેર કરવા જગ્યા ધરાવે છે અને હું પણ તે કરું છું. કવિતા મને કલ્પનાઓના આકાશાં ઉડાણ ભરવા પાંખો આપે છે અને થોડો સમય વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. તે મારા મન અને અંતરને શાંતિ આપે છે. મને નિસર્ગ અને તેનું સૌંદર્ય શબ્દોમાં મઢવાનું ગમે છે.”
મનમોહન તિવારીની ભૂમિકા ભજવતા રોહિતાશ ગૌરે જણાવ્યું હતું કે, “મને જ્યારે પણ સારું લાગતું નહીં હોય ત્યારે મારે શું કરવું જોઈએ તે સારી રીતે જાણું છું. મેં મારા ઘરમાં મારી ખુશીનો ખૂણો બનાવી રાખ્યો છે, જ્યાં કવિતાનાં પુસ્તકો સાથે હું સમય વિતાવું છું અને હકારાત્મકની આખી દુનિયામાં પ્રવેશ કરું છું.
હસ્ત મેં એક કપ- ચા ઔર કવિતા, બસ વહિ સારી થકાન ગાયબ. મારી મનગમતી કવિતા કઈ તે કહેવાનું મુશ્કેલ છે, કારણ કે મને મિરઝા ગાલિબ, પ્રેમ ચંદ, કાલીદાસ, હરિવંશરાય બચ્ચન વગેરેની કવિતાઓ વાંચવાનું અને સાંભળવાનું ગમે છે. હું તેમની કવિતાઓ હજારો વાર વાંચી અને સાંભળી શકું છું. કવિતા વ્યક્ત કરવાનું સ્વરૂપ છે, જે પ્રેરિત કરે છે. મને લાગે છે કે હમસબકે અંદર એક કવિ છૂપા હૈ. હું લાંબા સમયથી લખું છે.
તેનાથી હું મૂળમાં રહું છું અને મને લાગે છે કે જે ભાવનાઓ દેખાતી નથી કે કવિતા થકી વ્યક્ત કરી શકાય છે. ક્લાસિક્સ માટે મારા મનમાં વિશેષ સ્થાન છે, કારણ કે તે જૂની થતી નથી. વિશ્વ કવિતા દિવસ પર હું બધી ઉંમરના લોકોને કવિતા વાંચવા અને લખવા માટે અનુરોધ કરું છું. તેનાથી આપણા સર્વ તાણથી રાહત મળી શકે અને નવી આશા આપે છે. કવિતા વાંચન અને લેખન શોખ સાથે જીવનની રીત પણ બની શકે છે.”