“ફ્લાઈટ સિકવન્સ હોય કે કોઈ નિયમિત સીન હોય સૂટ પહેરીને મને ખૂબ જ સરળતા અનુભવું છું”: કરણવીર શર્મા
ઝી ટીવીનો ‘રબ સે હૈં દુઆ’એ બીજા લગ્ન માટે તેના પતિની વિનંતી પર પ્રશ્ન ઉઠાવતી સ્ત્રીની અલગ જ વાર્તા સાથે દર્શકોના દિલમાં પ્રવેશ કર્યો છે. દુઆ (અદિતિ શર્મા), હૈદર (કરણવિર શર્મા) અને ગઝલ (રિચા રાઠૌર) સહિતના પાત્રો સાથેની સાંકળતી વાર્તા અને મજબૂત પાત્રોની સાથે શોએ દર્શકને સીટ પર જકડી રાખ્યા છે. Whether I shoot a fight sequence or a regular scene, I am very comfortable wearing suits,” reveals Rabb Se Hai Dua’s Karanvir Sharma
તાજેતરના એપિસોડમાં, દર્શકોએ જોયું કે, કઈ રીતે ગઝલ એ હૈદરની માતા હીના (નિશિગંધા વાદ)ને મારવા પ્રયત્ન કરે છે, પણ કોઈને કોઈ રીતે અખ્તર પરિવાર તેને બચાવી લે છે. જો કે, હીના થોડા સમયની યાદોં ગુમાવી બેસે છે, ગઝલ આનો લાભ લઈને તેના પરિવારમાં ગેરસમજ ઉભી થાય તેવી પરિસ્થિતિ ઉભી કરે છે અને તેનો આરોપ દુઆ પર નાખે છે.
પાત્રમાં પ્રવેશવા માટે કલાકારોએ ઘણી વખત કપડાના કેટલાક સ્ટાઈલને અનુસરવું પડે છે, જેથી તેમનું પાત્ર દર્શકો માટે સંબંધિત અને નજીકનું લાગે. એવી જ રીતે, કરણવીર શર્માએ તેનું પાત્ર શ્રેષ્ઠતાથી નિભાવવા તથા ચાહકો સાથે જોડાવા માટે તે દરરોજ સૂટ પહેરે છે. દરરોજ કલાકોના શૂટિંગ દરમિયાન સૂટ પહેરવો સરળ નથી પણ કરણવીર માટે આ પહેરવું એ ખૂબ જ સરળ છે, કેમકે તેની પાસે તેના પોતાના વોર્ડરોબમાં ઘણા સૂટ છે. તેને શોમાં પણ તેના અંગત સૂટનો ઉપયોગ કરીને મદદ કરી, સરળતાથી જ પૂરો દિવસ પહેરે છે અને એક્શન સિકવન્સિસમાં પણ તે પહેરેલું રાખે છે.
કરણવીર શર્મા કહે છે, “પાત્રના દેખાવની વાત કરું તો, મારું હૈદરનું પાત્ર શોમાં જે રીતે દેખાય છે, તે મને ખૂબ જ ગમે છે. હું ફાઈટ સિકવન્સ કરતો હોય કે, કોઈ નિયમિત સીન કરતો હોય હું સૂટ પહેરતા ખૂબ જ સરળતા અનુભવું છું. મને હવે તો એવું લાગે છે કે, હું આ પહેરીને સુઈ પણ શકું છું. અસલી જીવનમાં, હું હૈદરથી ઘણો અલગ છું, મને ફક્ત ખૂબ સાદા વસ્ત્રો પહેરવા જ પસંદ છે. જ્યારે હું ઘરે હોઉં ત્યારે મોટેભાગે, મને મારા શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરવાં જ પસંદ છે. હું પ્રસંગો નિમિત્તે જ અને મારે જે તે દિવસની જરૂરિયાત હોય તે પ્રમાણે જ તૈયાર થાઉં છું.
સ્યૂટ એક આગવી છટા અને શિષ્ટાચાર ધરાવે છે, જે પ્રદર્શિત કરવા મને પસંદ છે. ખરેખર તો, મેં પોતાના ખાસ સ્યૂટ બનાવડાવ્યા છે, જે હું આ શોમાં પણ પહેરું છું; ઘણી વખત મને સ્યૂટની બે જોડી વચ્ચે નવા પ્રયોગ કરવાનું પણ પસંદ છે, જેમાં હું એક સ્યૂટનું ટ્રાઉઝર પહેરું છું અને સાથે બીજાનું જેકેટ, કે પછી તેનાથી ઊંધું અદલબદલ કરું છું. મારું માનવું છે કે સ્યૂટ પહેરવાની, બટન લગાવવાની, લઈને ચાલવાની અને ખાસ કરીને યોગ્ય માપ વાળો સ્યૂટ સીવડાવવની એક વિશેષ રીત હોય છે, તે બરાબર માપના હોવા ઘણું અગત્યનું છે. બોલિવુડ ઉદ્યોગમાં, હું સૈફ અલી ખાન અને સુનિલ શેટ્ટી જે અદાથી સ્યૂટ પહેરે છે તેનો મોટો ચાહક છું.”
જ્યારે કરણવીરનું તેના પાત્ર પ્રત્યેનું સમર્પણ અને દેખાવ બધાને આશ્ચર્યમાં નાખશે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું ગઝલ અખ્તર પરિવારની મિલ્કત મેળવવામાં સફળ થશે અને હૈદરને તેના જીવનમાં પરત મેળવી શકશે. શું દુઆ તેના પરિવારને બચાવી શકશે?