પ્રેમીએ આપઘાત કરતા સગીર પ્રેમિકાએ પણ ગળાફાંસો ખાધો
રાજકોટ, શહેરમાં પ્રેમી બાદ તેની સગીર પ્રેમિકાએ પણ આત્મહત્યા કરી લીધા હોવાનો બનાવો સામે આવ્યો છે. રાજકોટ શહેરના સેન્ટ્રલ જેલમાં પ્રેમીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ તેની સગીર વયની પ્રેમિકાએ પણ પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ જેલમાં સગીરાના અપહરણ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પ્રેમી દિપક દિનેશભાઈ ચારોલીયાએ જેલની બેરેકમા ટુવાલ બાંધી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પ્રેમીના આપઘાતના બનાવ બાદ તેના આઘાતમાં સરી પડેલી સગીરા ગુમશુમ રહેતી હતી.
પોતાના પ્રેમીના મૃત્યુ બાદ પોતે હવે કોના સાથે જીવન વિતાવશે એજ વિચારોમાં તેણીએ પોતાના ઘરે સવારના ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. સગીરાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટર કે. આર. કોટક દ્વારા તેણીને મૃતક જાહેર કરવામાં આવી હતી. જે બાબતે સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થઈ લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જાણવા મળતી વિગત અનુસાર મૃતક સગીરા અને દિપક બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ત્યારે દિપક સગીરાને ભગાડી ગયો હોય જે બાબતે તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા દિપક વિરુદ્ધ અપહરણનો ગુનો પણ નોંધાયો હતો.
જે બાબતે તે હાલ રાજકોટની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. જે દરમિયાન તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે બાબતના સમાચાર તેની સગીર પ્રેમિકાને મળતા તેણે પણ પોતે પોતાનું જીવન ટૂંકાવી લીધુ હતુ.SS1MS