વ્હાઈટ ટોપિંગ રોડના નામે કરોડોનું આંધણ

પ્રતિકાત્મક
૧પ કરોડનું કામ બારોબાર વધારી દેવાયું
(એજન્સી)અમદાવાદ, શહેરમાં અત્યારસુધી ડામરનાં રોડતા ગુણગાન ગાતાં અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. આરસીસી રોડ બનાવવા મંડેલા મ્યુનિ.સત્તાધીશો હવે અચાનક અકળ કારણોસર વ્હાઈટ ટોપીગ રોડ પર વરસીગયાં છે. અને તેમાં માનીતા કોન્ટ્રાકટરને ર૦.૩૯ કરોડનું કામ આપ્યા પછી સત્તાનાં જાેરે બારોબાર ૧પ કરોડનું કામ વધારી આપતાં વિવાદ સર્જાયો છે. white topping road in ahmedabad
મ્યુનિ.ભાજપના જ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરનાં તમામ વિસ્તારોમાં વર્ષોથીી ડામરનાં મજબુત રોડ બનાવવાની નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહયાં છે. તેમ છતાં નાગરીકોને ભાગે તો ખાડા-ટેકરાવાળા રોડ જ આવે છે.
શહેરમાં ગણ્યાગાંઠયા રોડ એવા છે. જયાં થીગડા, ઉચા મેનહોલ સહીતની અડચણો નથી. ડામરનાં રોડની ગુણવત્તા સુધારવાને બદલે શાસક ભાજપે શહેમાં જયાં જયાં વરસાદી પાણી ભરાય છે. અને રોડ પર ખાડા પડી જાય છે.
તેવી જગ્યાઓએ નવી ટેકનોલોજીનાં નામ વ્હાઈટ ટોપીગ રોડ બનાવવાનો નિર્ણય લઈ લીધો અને એક જ માત્ર કોન્ટ્રાકટર બીમાર ગોયલને જ ઉત્તર પશ્ચિમ ઉત્તર ઝોન અઅને દક્ષીણ ઝોનમાં એમ ત્રણ જગ્યાએ ર૦.૩૯ કરોડના જંગી ખર્ચે તેમજ ૧૭.૬૯ ટકા ઉંચા ભાવે રોડનાં કામ સોપી દીધા છે.
મ્યુનિ.ભાજપનાં સુત્રોએ સ્વીકાર્યું હતું કે, દેશના અન્ય મોટા મેટ્રોસીટી વ્હાઈટ ટોપીગ રોડનો વિચાર હજુ એટલો સ્વીકાર્ય બન્યો નથી. તેમ છતાં કોઈ કારણસર અમદાવાદ શહેરને તેમાં પણ મોડલ બનાવવામાં આવી રહયું છે. શહેરમાં ૩ જગ્યાએઅ વ્હાઈટ ટોપીગ રોડ બનાવાવનું કામ લગભગ પુરું થઈ ગયું છે.
તેમ છતાં કોન્ટ્રાકટરને ખટાવવા કે ચુંટણીફંડ વધારવાનાં હેતુથી મ્યુનિ. સત્તાધીશોએ આઅ ત્રણ જગ્યા નજીક બીજા ૩ વ્હાઈટ ટોપીગ રોડ બનાવી દેવાનો નિર્ણય લઈ લીધોો અહતો અને ઈજનેર ખાતાને તેની દરખાસ્ત રજુ કરવાની સુચના આપી દીધી હતી.