WHOએ આરોગ્ય સેતુ એપને લઇ ભારતની પ્રશંસા કરી
ન્યુયોર્ક: વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે કોરોનાની વિરૂધ્ધ લડાઇમાં પ્રયોગ કરવામાં આવી રહેલ ભારતના આરોગ્ય સેતુ એપની પ્રશંસા કરી છે ગ્રેબેસિયસે કહ્યું કે તેની મદદથી આરોગ્ય અધિકારીઓને કોરોના કલસ્ટરની માહિતી લગાવવામાં અને કોરોના ટેસ્ટીંગ કરવામાં મોટી મદદ મળી રહી છે.
ડબ્લ્યુએચઓના પ્રમૂખે કહ્યું કે ભારતમાં આરોગ્ય સેતુ એપને ૧૫ કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે તેની મદદથી શહેરના જાહેર આરોગ્ય વિભાગોને તે વિસ્તારોની ઓળખ કરવામાં મદદ મળી રહી છે જયાં કોરોનાના કલસ્ટર થવાની સંભાવના છે. આ ઉપરાંત આરોગ્ય સેતુ એપથી એક ટારગેટેડ રીતે ટેસ્ટિંગમાં મદદ મળી રહી છે.
આ પહેલા ડબ્લ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસે અધનોમ ગ્રેબેસિયસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે આશ્વાસનની પ્રશંસા કરી જેમાં મોદીએ કહ્યું હતું કે ભારત કોવિડ ૧૯થી લડી રહેલ દેશોની મદદ માટે પોતાની વૈકસીન ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે ગ્રેબેસિયસે કહ્યું કે આ મહામારીને ફકત સંસાધનોના આદાન પ્રદાન દ્વારા જ હરાવી શકાય છે.
મોદીએ સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૫માં સત્રમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વેકસીન ઉત્પાદનના મામલામાં ભારતના સૌથી મોટા દેશ હોવાને નાતે હું આજે વિશ્વ સમુદાયને એક વધુ આશ્વાસન આપુ છું. ભારતનું વૈકસીન ઉત્પાદન અને પુરવઠાની ક્ષમતાનો ઉપયોગ આ સંકટની લડાઇમાં પુરી માનવતાની મદદ માટે કરવામાં આવશે