Western Times News

Gujarati News

WHO પ્રમુખે હિન્દીમાં ટ્વિટ કરી ભારતને ધન્યવાદ કહ્યું

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસની દવા અને વેક્સીન વિકસિત (Coronavirus Vaccine) કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization – WHO) કોવિડ-19 મહામારી માં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ એડમન (Tedros Adhanom Ghebreyesus)એ હિન્દીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. મામલો કોરોના વેક્સીનની ઉપલબ્ધતા અને વિતરણ સાથે જોડાયેલો છે.

WHOના પ્રમુખે કહ્યું કે, ધન્યવાદ ભારત અને દક્ષિણ આફ્રિકા, બૌદ્ધિક સંપદાના મુદ્દા પર કોવિડ-19ના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ માટે જેથી વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય. આ એક પ્રશંસનીય પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.