પાલિકાના સફાઈ કર્મીઓનો ૧૦ વર્ષનો EPF કોણે વાપરી નાંખ્યો ?
ચોટીલા, ચોટીલા પાલિકાના સફાઈ કામદારોના ૧૦ વર્ષના કપાયેલા નાણા તેમના ઈપીએફના ખાતામાં જમા નહી થતા જમા કરાવવા ચીફ ઓફીસર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
ગુજરાત રાજય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઈ પાટડીયાએ ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજરુઆઅત કરી જણાવ્યું હતું કે, તેમના યુનીયન સાથે જાેડાયેલા અતી પછાત સમાજના પપ જેટલા સફાઈ કામદારોની ફરીયાદ છે કે ર૦૧૧માં કામદારોનો પ્રોવીડન્ટ ફંડ માટેના ખાતા ખોલાવ્યા હતા.
જેમાં ફેબ્રઆરી ર૦૧૪થી ર૦ર૧ સધુી કામદારો પાસેથી ઈપીએફનો ફાળો પાલીકા દ્વારા લેવાયો છે. પરંતુ તે તેમના પીએફ ખાતામાં આજ સુધી જમા કરાવવામાં આવ્યો નથી આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ અવારનવાર રજુઆતો કરવામાં આવી છે
છતાં પગારમાંથી કપાયેલો ઈપીએફ જમા થયો નનથી. તમામ કામદારો વતી યુનીયનો દ્વારા માંગ કરાઈ છે કે, ઈપીએફના કપાત કરવામાં આવેલા નાણા તેમના ખાતામાં જમા કરાવવા કાર્યવાહી કરવામાં આવી છે.