Western Times News

Gujarati News

NEET પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી કોણ છે ? જાણો છો

જો આ વ્યક્તિ પકડાઈ જાય તો ફક્ત નીટ પેપર જ નહીં પરંતુ યૂપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, રિવેન્યૂ ઓફીસર ભરતી પેપર લીક, બિહાર શિક્ષક ભરતી સહિતની ઘણી બધી પરીક્ષા લીકની સચોટ માહિતી મેળવી શકાશે.

(એજન્સી)નવી દિલ્હી, બિહાર પોલીસ છેલ્લા ઘણા સમયથી નીટ પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી સંજીવ મુખિયાની શોધખોળ કરી રહી છે. ત્યારે સીબીઆઈએ પેપર લીક કાંડના તમામ રીપોર્ટ અને પુરાવા ઈઓયુ પાસેથી મેળવીને મુખ્ય આરોપી સંજીવ મુખિયાને દબોચવા માટે ટીમ લગાવશે. યુપી પોલીસ દ્વારા સિપાહી ભરતી પરીક્ષા પેપરલીકમાં પકડાયેલા આરોપી રવિ અત્રીના છેડા પણ સંજીવ મુખિયા સાથે જોડાયેલા હતા. Who is Sanjeev Mukhiya, the mastermind behind the NEET-UG paper leak case

જો સંજીવ મુખિયા પકડાઈ જાય તો ફક્ત નીટ પેપર જ નહીં પરંતુ યૂપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, રિવેન્યૂ ઓફીસર ભરતી પેપર લીક, બિહાર શિક્ષક ભરતી સહિતની ઘણી બધી પરીક્ષા લીકની સચોટ માહિતી મેળવી શકાશે. રવિ અત્રીની રીપોર્ટ પ્રમાણે, સંજીવ મુખિયા પેપર લીક કરવામાં સાતિર ખિલાડી છે. આરોપી રવિ અત્રી અને સંજીવ મુખિયાને ગેંગ એકબીજા સાથે જોડાયેલી હોવાના ખુલાસા થયા હતા.

યૂપી પોલીસ કોન્સ્ટેબલની સિપાહી ભરતીના પેપર લીક કેસમાં યૂપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રવિ અત્રી સહિત કુલ ૧૮ આરોપીઓ સામે યૂપી સિપાહી પેપર લીક કેસમાં ચાર્જસીટ દાખલ કરી હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી રવિ અત્રી પેપર લીક કરવામાં માહિર ખિલાડી હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં યૂપી પોલીસ સિપાહી ભરતીનું પેપર લીક રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રાએ સાથે મળીને લીક કરાવ્યું હતું.

યુપીએસટીએસએફ એ ૧૦ એપ્રીલે મેરઠથી રવિ અત્રીની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. યૂપી પોલીસ પેપર લીકના આરોપીની પૂછપરછ દરમિયાન તેઓએ સંજીવ મુખિયાનું નામ જણાવ્યું હતુ. આમ ઉત્તરપ્રદેશ પેપર લીક કૌભાંડ અને નીટના પેપર લીક કરનારા તમામ આરોપી એકબીજા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતુ. રવિ અત્રીની ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં કેટલાંક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા હતા.

જેમાં રવિ અત્રીએ જણાવ્યું હતુ કે, સંજીવ મુખિયાની ગેંગ પેપર લીક કરવામાં માહિર હોવાથી તેનું નેટવર્ટ યૂપી, બિહાર, ગુજરાત, દિલ્હી-એનસીઆર સહિતના રાજ્યોમાં છે. આમ સંજીવ મુખિયા બ્લુટૂથના માધ્યમથી અલગ અલગ પેપરને લીક કરવામાં અંજામ આપતો હતો. જેમાં તે બ્લૂટૂથની ખરીદી કરવામાં માટે ખાસ કરીને દિલ્હી આવતો હતો. સમગ્ર પેપર લીક કૌભાંડમાં સંજીવ મુખિયાની સાથે તેનો દિકરો શિવ કુમાર પણ સામેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.