Western Times News

Gujarati News

WHOના સભ્ય રાષ્ટ્રોએ સર્વાનુમતે વિશ્વમાં પ્રથમ વખત પેન્ડેમિક એગ્રીમેન્ટનો સ્વીકાર કરાયો

વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં સભ્ય રાષ્ટ્રોની એગ્રીમેન્ટને સર્વાનુમતે મંજૂરી

વિશ્વ આજે વધુ સલામત બન્યું છે અને તેનું શ્રેય સભ્ય રાષ્ટ્રોના નેતૃત્વ, સહકાર અને દૃઢ નિશ્ચયને મળે છે 

જીનીવા,ભવિષ્યમાં રોગચાળાની સંભવિત સ્થિતિ સમયે વૈશ્વિક સહકાર મજબૂત બનાવવા અને ઝડપી પગલાં લેવાના હેતુથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંગળવારે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. WHOના સભ્ય રાષ્ટ્રોએ સર્વાનુમતે વિશ્વમાં પ્રથમ વખત પેન્ડેમિક એગ્રીમેન્ટને સ્વીકારવા સંમતિ દર્શાવી છે. કોવિડ-૧૯ના વૈશ્વિક પડકારો બાદ ત્રણ વર્ષની વાટાઘાટો પછી આ એગ્રીમેન્ટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. WHOમાં મહત્ત્વના નિર્ણયો લેતી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના સેશનમાં વિવિધ દેશોની સરકારોએ WHO પેન્ડેમિક એગ્રીમેન્ટનો સ્વીકાર કર્યાે હતો.

સોમવારે એગ્રીમેન્ટને મંજૂરી બાબતે મતદાન થયું હતું. જેમાં ૧૧ દેશો ગેરહાજર રહ્યા હતા અને હાજર રહેલા ૧૨૪ દેશોએ સર્વાનુમતે આ એગ્રીમેન્ટનો સ્વીકાર કર્યાે હતો. ત્યારબાદ મંગળવારે એગ્રીમેન્ટની સત્તાવાર જાહેરાત થઈ હતી. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. એધાનોમ ઘેબ્રેયેસુસએ જણાવ્યું હતું કે, વિશ્વ આજે વધુ સલામત બન્યું છે અને તેનું શ્રેય સભ્ય રાષ્ટ્રોના નેતૃત્વ, સહકાર અને દૃઢ નિશ્ચયને મળે છે, જેના કારણે ઐતિહાસિક WHO પેન્ડેમિક એગ્રીમેન્ટનો સ્વીકાર થયો છે. તેમણે કહ્યુ હતું કે, તેનાથી ભવિષ્યમાં રોગચાળાના જોખમો સામે વિશ્વને વધારે સારી રીતે રક્ષણ આપી શકાશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.