ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારનો વિડીયો વાયરલ થયો: શું કહ્યુ સાંભળો?
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાનો પ્રયાસ કોણે શા માટે કર્યો?
ટ્રમ્પ બટલર ફાર્મ શો મેદાનમાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જમણા કાન પર ગોળી વાગી હતી લોહી વહેવા લાગ્યું હતું: હુમલાખોર ઠાર
ટ્રમ્પને ટાર્ગેટ કરીને સેકન્ડોમાં જ આઠ રાઉન્ડ ફાયર કરનારો ૨૦ વર્ષનો છોકરો થોમસ મેથ્યૂ ક્રુક્રસ પોતાની જગ્યા પરથી ઉભો થાય તે પહેલા જ તેને ટ્રમ્પની સિક્યોરિટીમાં રોકાયેલા સ્નાઈપર્સે ઉડાવી માર્યો હતો.
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી અગાઉ જ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જાહેરમાં મારી નાખવાનો પ્રયાસ કરાયો છે. ૨૦ વર્ષનો હુમલાખોર પણ તરત માર્યો ગયો હતો અને આ ઘટનાના કલાકો પછી એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સનો એક વીડિયો ગાડીમાં બેસીને બનાવ્યો હતો તે વાયરલ થયો છે, તેમાં તે તેનું નામ બોલે છે અને કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે. મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ કરનાર આરોપીને સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે દુર્ઘટના સ્થળે જ ઠાર કર્યો હતો.
ટ્રમ્પ પર ગોળી ચલાવનાર શકમંદનું નામ થોમસ મેથ્યુ ક્રૂક્સ હતું. હુમલા બાદ હુમલાખોરને સિક્રેટ સર્વિસ એજન્ટોએ તરત જ ઠાર માર્યો હતો અને સુરક્ષા અધિકારીઓએ એઆર-શૈલીની રાઇફલ મેળવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર થોમસ એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર હતો. આ જગ્યા ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ ચાલતી હતી તે સ્ટેજથી ૧૩૦ યાર્ડથી વધુ દૂર હતી. ટ્રમ્પ બટલર ફાર્મ શો મેદાનમાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા.
Thomas Mathew Crooks ….. what a loser , and a bad shot
LONG LIVE TRUMP 🇺🇸 pic.twitter.com/G8QU3nProc
— Distinguished Hillbilly 🏴☠️ (@Infantry_bucky) July 14, 2024
ડોનાલ્ડ ટ્રમ્પને જમણા કાનમાં ગોળી વાગી હતી લોહી વહેવા લાગ્યું હતું. તેમનો જીવ સહેજમાં બચી ગયો તેમ કહી શકાય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે “મને એક ગોળી વાગી હતી જે મારા જમણા કાનના ઉપરના ભાગને વીંધી ગઈ હતી.”
તેણે ઉમેર્યું કે “મને તરત જ ખબર પડી ગઈ હતી કે કંઈક ખોટું થયું છે. મને એક શોટ સાંભળ્યો અને તરત જ ચામડીમાં કંઈક ઘૂસી ગયું હોય તેમ લાગ્યું. ખૂબ લોહી વહેવા લાગ્યું. તેથી મને સમજાયું કે શું થઈ રહ્યું છે. એફબીઆઈ આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે માની રહી છે પરંતુ હજુ સુધી કોઈ હેતુ જાણી શકાયો નથી.
અમેરિકાના વોટર્સ રેકોર્ડ પરથી જણાય છે કે હુમલો કરનાર રિપબ્લિકન પાર્ટીનો ટેકેદાર હતો. થોમસ મેથ્યુ પેન્સિલ્વેનિયાના બેથેલ પાર્કમાં રહેતો હતો અને તેના વિશે વધુ જાણકારી મેળવવાનું કામ હજુ ચાલે છે. એફબીઆઈએ લોકો પાસેથી જ વધારે માહિતી મગાવી છે જેથી કેસને ઝડપથી સોલ્વ કરી શકાય કારણ કે થોમસ તો માર્યો ગયો છે અને તે શું કરતો હતો તેના વિશે હવે વિગત એકઠી કરવામાં આવશે.
ટ્રમ્પ પર હુમલો થયા પછી સોશિયલ મીડિયા પર ષડયંત્રની થિયરી પણ ફેલાવા લાગી છે. કેટલાકનું કહેવું છે કે આ એક નાટક હતું અને જાણી જોઈને કરવામાં આવ્યું હતું. કેટલાકનું કહેવું છે કે લેફ્ટ વિચારધારા વાળા લોકોનું આ કામ છે. Âટ્વટર પર લોકો કોઈ પણ જાતના પૂરાવા વગર પણ દાવા કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે ટ્રમ્પને કાન પર કોઈ ગોળી વાગી નથી.
તેણે માત્ર નાટકો અને ફિલ્મોમાં શૂટિંગની દૃશ્ય માટે વપરાતા રંગનો ઉપયોગ કર્યો છે. ટ્રમ્પને ટાર્ગેટ કરીને સેકન્ડોમાં જ આઠ રાઉન્ડ ફાયર કરનારો ૨૦ વર્ષનો છોકરો થોમસ મેથ્યૂ ક્રુક્રસ પોતાની જગ્યા પરથી ઉભો થાય તે પહેલા જ તેને ટ્રમ્પની સિક્યોરિટીમાં રોકાયેલા સ્નાઈપર્સે ઉડાવી માર્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્નાઈપર્સે થોમસના માથામાં જ ગોળી મારી હતી જેના કારણે ઘટનાસ્થળ પર જ તેનો ખેલ ખતમ થઈ ગયો હતો.