Western Times News

Gujarati News

ભારતના આ જિલ્લાનો એક એવો વોર્ડ જ્યાં કોઈ પાર્ટીને ઉમેદવાર મળતાં નથી

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના ક્રમાંક ૨ મૌલાના આઝાદ વોર્ડ છે, અહીં પાર્ટીને ઉમેદવાર મળી રહ્યાં નથી-રહસ્યમય જગ્યા: અહીં જે પણ ચૂંટણી જીતે તેનું થઈ જાય છે મોત

રાંચી,  ભારત જેવા વિશાળ દેશમાં અનેક ચૂંટણીઓના આયોજન થતાં હોય છે. લોકસભા, રાજ્ય વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયાંતરો યોજાતી રહે છે. ચૂંટણીમાં પણ વિશ્વાસ-અંઘવિશ્વાસ જોવા મળતો હોય છે. આ વચ્ચે છત્તીસગઢમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ વચ્ચે સૂરજપુર જિલ્લાના એક વોર્ડની ખુબ ચર્ચા થઈ રહી છે. આ વોર્ડને રહસ્યમયી માનવામાં આવે છે. Maulana Azad ward is number 2 in Surajpur district of Chhattisgarh,

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના ક્રમાંક ૨ મૌલાના આઝાદ વોર્ડ છે. આ વોર્ડ ઓબીસી માટે અનામત છે, પરંતુ સમસ્યા છે કે અહીં કોઈપણ પાર્ટીને ઉમેદવાર મળી રહ્યાં નથી. તેનું કારણે આ ક્ષેત્રની જનતા છેલ્લા કેટલાક વર્ષોમાં વોર્ડના પૂર્વ સભ્યો સાથે થયેલા અપશુકનને માની રહી છે. કારણ કે છેલ્લા ૨૫ વર્ષમાં જે પણ સભ્ય તરીકે ચૂંટાયા તેનું કોઈને કોઈ રહસ્યમયી રીતે મોત થઈ ગયું. હવે સ્થિતિ એવી છે કે ચૂંટણી લડવા માટે કોઈ આગળ આવી રહ્યું નથી.

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અત્યાર સુધી મૌલાના આઝાદ વોર્ડ ક્રમ-૨થી જે પણ ચૂંટણી જીત્યા તેનું કાર્યકાળ દરમિયાન બીમારી કે દુર્ઘટનાથી અસમયે મોત થઈ ગયું. જો કોઈ મહિલા ચૂંટાયા તો તેના પતિનું મોત થઈ ગયું. હવે સ્થિતિ એવી આવી કે છેલ્લા એક વર્ષથી અહીં પાર્ષદનું પદ ખાલી છે. લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે અને કોઈ ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર નથી.

પાછલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નંબર-૨થી ઝિયાજુલ હક જીત્યા અને પાર્ષદ બન્યા હતા. બાદમાં ઝિયાજુલ હકનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અત્યાર સુધી કુલ ૫ પાર્ષદોના રહસ્યમયી પરિસ્થિતિમાં મોત થઈ ગયાં છે. બીજીતરફ ભાજપ અને કોંગ્રેસ આ ઘટનાઓને માત્ર એક સંયોગ ગણાવતા લોકોનો ભ્રમ ગણાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.