અનન્યા બિરલાએ ૫ કરોડની લેમ્બોર્ગિની જાન્હવી કપૂરને ગિફ્ટ કરી

મુંબઈ, જાન્હવી કપૂરને તાજેતરમાં જ અતિશય મોંઘી ગિફ્ટ મળી છે. પરપલ રંગની રૂ.૫ કરોડની લક્ઝુરિયસ લેમ્બોર્ગિનીની ડિલીવરી મુંબઈ ખાતે જાન્હવીના ઘરે થઈ હતી. જાન્હવીને આ કાર તેની ક્લોઝ ળેન્ડ અનન્યા બિરલાએ ગિફ્ટ કરી છે.
અનન્યાએ કાર સાથે એક મોટું ગિફ્ટ બોક્સ પણ મોકલ્યું હતું, જેનો કલર કારના કલર જેવો જ હતો. આ સાથે તેના પર ‘વિથ લવ ઈટીસી-અનન્યા બિરલા’ લખેલું ટેગ પણ હતું. અનન્યા દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને નિરજા બિરલાની દીકરી છે.
અનન્યાએ મ્યૂઝિશિયન તરીકે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. હવે તેણે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી છોડીને આંત્રપ્રિન્યોર તરીકે કરિયર બનાવી છે. ૨૦૧૬માં અનન્યાનું પહેલું ઈંગ્લિશ મ્યૂઝિક સિંગલ લિવિન ધ લાઈફ રિલીઝ થયુ હતું, જેને જિમ બીન્ઝે પ્રોડ્યુસ કર્યું હતું. ત્યારબાદ મેન્ટ ટુ બી ગીતે અનન્યાને પહેલી ભારતીય આર્ટિસ્ટ બનાવી હતી, જેના અંગ્રેજી ગીતને ઈન્ટરનેશનલ ચાર્ટમાં સ્થાન મળ્યુ હતું.
અનન્યા અને જાન્હવી વર્ષાેથી એકબીજાના સારા મિત્ર છે. અનન્યાએ આપેલી લેમ્બોર્ગિની ઉપરાંત જાન્હવી પાસે અન્ય લક્ઝુરિયસ કાર પણ છે. જાન્હવી પાસે ર.૨.૫ કરોડની ટોયોટા લેક્સ, રૂ.૬૭.૧૫ લાખની મર્સિડીઝ જીએલઈ ૨૫૦ડી, રૂ.૯૬ લાખની બીએમડબ્યુ એક્સ-૫, રૂ.૧.૬૨ કરોડની મર્સિડિઝ એ-ક્લાસ છે. જાન્હવીના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર હવે લેમ્બોર્ગિની છે.
જાન્હવી કપૂરની છેલ્લી બે ફિલ્મ ‘દેવરા ૧’ અને ‘ઉલઝ’ બોક્સઓફિસ પર ખાસ સફળ રહી ન હતો. હાલ તે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ અને ‘પરમ સુંદરી’નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત જાન્હવી ‘હોમબાઉન્ડ’ના કારણે પણ ચર્ચામાં છે.
આ ફિલ્મમાં તે સ્પેશિયલ રોલ કરી રહી છે અને તેને કાન્સ ફેસ્લિવમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં જાન્હવીની સાથે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS