લોકો એક જ સવાલ કેમ કરી રહ્યા છે?: રશ્મિકા મંદાના

મુંબઈ, સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જાે કે, અમારા સહયોગી ઈટાઈમ્સના એેક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે, બંને વચ્ચે કોઈ સીન ચાલી રહ્યો નથી. હા, એક સમય એવો હતો જ્યારે તેઓ રિલેશનશિપમાં હતા પરંતુ આશરે બે વર્ષ પહેલા જ તેમનું કોઈ કારણથી બ્રેકઅપ થયું હતું.
બંને પોતપોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ દરમિયાન તેમને દરેક વખતે આખરે એકબીજા વચ્ચે શું ચાલી રહ્યું છે તેવો સવાલ કરવામાં આવે છે. હાલમાં જ્યારે ફરીથી રશ્મિકાને તેના વિજય સાથેના કથિત સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો સહેજ ગુસ્સે થઈ ગઈ હતી.
રશ્મિકા મંદાનાએ કહ્યું હતું ‘ઘણીવાર મને થાય છે કે, ‘અરે યાર, હું એક વર્ષમાં પાંચ ફિલ્મ કરી રહી છું પરંતુ હજુ તમે આવીને એક જ સવાલ કરી રહ્યા છો કે. ‘તું કોને ડેટ કરી રહી છે? તારા અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે?’. હું સમજું છું કે અમે એક્ટર્સ છીએ અને ફોકસ હંમેશા અમારા પર હોય છે, લોકો વધું ને વધુ અમારા વિશે જાણવા માગે છે’, તેમ તેણે હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.
લોકો અમારા વિશે ગમે તેમ વાતો કરે છે. લોકો નેગેટિવિટી ફેલાવે છે. દિવસના અંતે અમે પબ્લિક ફીગર છે. અમે માત્ર સારી વાત પસંદ કરી શકતા નથી. એવું વિચારીએ છીએ કે લોકો માત્ર કામ પર ફોકસ કરે છે અને વ્યક્તિગત જીવન પર નહીં. તેથી, તેઓ કંઈ પણ વાત કરવા માટે સ્વતંત્ર છે.
જ્યાં સુધી મારા તરફથી કંઈ સાંભળવાની વાત છે કે, તો તે સાચું નથી’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું. વર્ષ ૨૦૧૯થી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ચર્ચામાં છે.
ફિલ્મ ‘ડીયર કોમરાડ’માં તેમની કેમેસ્ટ્રી ગજબની હતી. આ સિવાય ‘કોફી વિથ કરણ ૭’ દરમિયાન જ્યારે સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર મહેમાન બન્યા હતા ત્યારે તેમણે ઈશારામાં વિજય દેવરકોંડા તેને ડેટ કરી રહ્યો હોવાનો ઈશારો કરતાં અફવાને જાેર મળ્યું હતું. ‘પુષ્પા’ની એક્ટ્રેસે આ વિશે પ્રતિક્રિયા આપતાં તેણે તે વાતચીત સાંભળી હોવાનું અને તેના પર હસી હોવાનું કહ્યું હતું.SS1MS