આજકાલના યુવાનો હવે ખીચડી પર કેમ આવી ગયા છેઃ તીખું માફક આવતું નથી આ છે કારણો?
યુવાનોમાં વધતી જતી એસીડીટી પાછળ આ છે જવાબદાર કારણો
(એજન્સી)મુંબઈ, એસીડીટીની તકલીફ ઘણા લોકોને સાવ સામાન્ય લાગે છે. એક સમય હતો જયારે દરરોજ થતી પેટની કે છાતીની બળતરા કે ઘચરકા કે ખોટા ઓડકાર કે માથાનો દુખાવો વગેરે નો તકલીફ ફકત પ૦ વર્ષથી ઉપરના લોકોને જ થતી હતી.
યુવાન વયમાં કોઈ કહે છે. કે મને આટલું તીખું નથી ખાવું કે માફક નહી આવે તો લોકો એના પર હસતા પરંતુ આજકાલ સમય બદલાયો છે. યુવાનો ખીચડી પર આવી ગયા છે. કારણ કે યુવાનોમાં એસીડીટી અને ગેસની તકલીફ જોવા મળે છે.
ફકત જોવા મળે છે. એવેં નહી પરંતુ તેમનામાં એવી એસીડીટી જોવા મળે છે. જેને કારણે તેમના રોજીંદા કામકાજ પર પણ અસર પડતી દેખાય છે. ૧૮.૪૦ વર્ષના લોકોમાં એસીડીટીનું વધતું પ્રમાણ ચિંતાજનક છે.
યુવાનોમાં એસીડીટી થવા પાછળનાં કારણોમાં પહેલું કારણ છે.ે અપુરતી ઉઘ આજના યુવાનો માટે રાત્રે જાગરણ ફેશન બની ગયું છે. મુંબઈ જેવા શહેરમાં તો રાત્રે ૧ર પહેલા કોઈ સુઈ જાય તો લોકો નવાઈ પામે છે. આ રાતના ઉજાગરાઓ શરીરમાં બિનજરૂરી વધુપડતી એસીડનું નિર્માણ કરે છે. એટલે કે જરૂરી છેકે આ આદતોને બદલવી.બીજું કારણ છે. કે આલ્કોહોલ અને સ્મોકીગ યુવાનોમાં આ બંને કુટેવ ઘણી વધારે માત્રામાં જોવા મળે છે.
ઘણા લોકો એવા છે કે જે માને છેકે યુવાન વયે આ આદતો નુકશાન કરતી નથી. હકીકત એ છેકે આ કુટેવો કોઈ પણ ઉમરે નુકશાન કરે છે. બીજું કારણ છેકે બહારનો ખોરાક યુવાન લોકો તો બહારનું ખાવાના વધુ શોખીન હોય છે. શની રવીવારે પાટીઝ કરવાની શોખીન જનતા એસીડીટીનો ભોગ બનાવવાની જ છે. તીજું તળેલું ખાવાનો શોખ ઘણો હોય છે.
આ સિવાય યુવાનો ખાય ત્યારે ખાયય બાકી લાંબો સમય કામના કારણે ખુબ ભુખ્યા રહે છ. અને લીધે પણ એસીડીટીની તકલીફ વધે છે. ચોથું કારણ છે. બેઠાડું જીવન. આજકાલ યુવાનો કામ ઘણું કરે છે. ર૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરે છે. પરંતુ આ કામ બેઠાડું છે. જયારે વ્યકિત બેઠાડું જીવન જીવે છે. ત્યારે પણ તેના શરીરમાં એસીડીટી વધુ બને છે. કારણ કે બેઠાડુ જીવન પાચનતંત્ર પર ઘણું અસર કરે છે.
પાંચમું કારણ છે કે સૌથી મોટી તકલીફ છે.સ્ટ્રેસ એવરેજ દરેક યુવાન આજે એ સહન કરતો હોય છે. આ સ્ટ્રેસ શરીરમાં એસીડીટીની માત્રાને ખુબ વધારી દે છે. આ કારણોને સમજીએ એના પર કામ કરવું જરૂરી છે. યુવા વયે એસીડીટી કેટલાય રોગોને તાણી લાવે એ પહેલાં ચેતવું જરૂરી છે.