હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલી સાથે ગેરવર્તણૂક કેમ કરી
મુંબઈ, ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની વનડે સીરિઝની શરૂઆત થઈ ગઈ છે, જેની પહેલી મેચ શુક્રવારે શહેરના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. રોહિત શર્માને કોઈ પારિવારિક કારણોસર આરામ આપવામાં આવ્યો છે, તેવામાં કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. Why did Hardik Pandya misbehave with Virat Kohli?
સૌ જાણે છે કે હાર્દિક પંડ્યાને વિવાદ સાથે જૂનો નાતો છે. તે મેદાન પણ સાથી ખેલાડીઓ સાથે ઘણીવાર ગેરવર્તણૂક કરી ચૂક્યો છે અને તેમાં સીનિયર વિરાટ કોહલી પણ બાકાત નથી.
પહેલી મેચમાં પણ તેણે કોહલી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં વાત ૨૧મી ઓવરની કરી રહ્યા છીએ. જાેસ ઈંગ્લિસ ક્રીઝ પર ઉતર્યો જ હતો. બોલિંગ કુલદીપ યાદવના હાથમાં હતી અને હાર્દિક વિરાટની પાસે ઉભો રહીને ફીલ્ડ સેટ કરી રહ્યો હતો.
વિરાટે હાર્દિકને સૂચનો આપ્યા હતા. પરંતુ તેણે તેની સામે જાેયું પણ નહીં. ફીલ્ડરને પોતાની રીતે ઈશારો કરીને તે ત્યાંથી હટી ગયો. તેની આ હરકતથી કોહલી થોડો નારાજ થયો હતો અને કંઈક બોલતા-બોલતા પોતાની ફીલ્ડિંગ પોઝિશન તરફ જતો રહ્યો હતો.
હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની વચ્ચે બધું ઠીક ન હોવાની ખબર ઘણા સમયથી આવી રહી છે. શ્રીલંકા સામેની સીરિઝમાં પણ બંને વચ્ચે ટશન જાેવા મળી હતી. ગુવાહાટીમાં સરળતાથી બે રન જાેવા મળી રહ્યા હતા. પરંતુ પંડ્યાએ કોહલીએ રન લેવાનો ઈનકાર કર્યો હતો. તે અડધી પીચ પર આવી ગયો હતો પરંતુ પંડ્યાએ ના પાડતાં બાદમાં ઘૂરી-ઘૂરીને તેને જાેવા લાગ્યો હતો.
ગુવાહાટી બાદ જ્યારે કોલકાતામાં શ્રીલંકા સાથે મેચ રમાઈ ત્યારે પણ પંડ્યાએ બધા સાથે હાથ મિલાવ્યો હતો અને કોહલીને અવગણ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પહેલી મેચ ભારતે પોતાના નામે કરી હતી. મહેમાન ટીમ ૩૫.૪ ઓવરમાં ૧૮૮ રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી હતી.
બીજી જ ઓવરમાં ઈશાન કિશનની વિકેટ પડી હતી. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યા નહોતા. આમ પાંચ ઓવરમાં ૧૬ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ સારા શોર્ટ્સ રમી રહ્યો હતો પરંતુ ૨૦ રન બાદ તે પણ મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.
જાે કે, ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી અને મેચ જીતવામાં મદદ કરી હતી. યજમાન ટીમે ૩૯.૫ ઓવરમાં ૧૯૧ રન કર્યા હતા અને પાંચ વિકેટથી જીત મેળવી હતી.