SEBIએ શેરબજારના વ્યવસાય સાથે જોડાયેલા ઓપરેટરો પર દરોડા કેમ પાડ્યા?
જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ, ગુજરાતમાં શેરબજારમાં ટીપ્સના નામે પૈસા ઉઘરાવતા ૨ ઓપરેટરોને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. વિગતો મુજબ સેબીએ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દરોડા પાડ્યા છે. જેમાં ૧૦૦ જેટલા સ્થળો પર સેબીની તપાસ ચાલુ છે. જેમાં આ લોકોએ ૧૦ રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી ૧૦૦ રૂપિયા પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઇ છે.
સેબીં દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઇ છે.
વિગતો મુજબ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની સેબીએ પૂછપરછ કરી છે. જેમાં નક્કી કરેલી કંપનીના પેની શેર ખરીદી અન્યોને ખરીદી કરવાની સલાહ આપતા અને જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના બેંક અકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. જેને હવે સેબી દ્વારા બેંક અકાઉન્ટના માલિકને શોધવા શોધખોળ શરૂ કરી છે.
મહત્વનું છે કે, માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ ૧૦૦ જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે, ઓપરેટર્સ વ્હોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલો મારફત ‘સ્ટોક ટિપ્સ’ આપી રહ્યા છે. જેઓ રોકાણકારોને આકર્ષવા તથા તેમને આ ગ્રુપમાં સામેલ કરવા માટે ફેસબુક, યુટ્યુબ, રેડિટ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જાહેરાતો કરી રહ્યા છે.