Western Times News

Gujarati News

શું શાહરુખ અને ગૌરી “મન્નત” બંગલો છોડી ભાડે રહેવા જશે?

વાર્ષિક ભાડું ૨.૯ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું બોલિવૂડના સૌથી ધનિક અભિનેતામાંથી એક માનવામાં આવતા શાહરૂખ ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે 

મુંબઈ,  બોલિવૂડના સૌથી ધનિક અભિનેતામાંથી એક માનવામાં આવતા શાહરૂખ ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે.તેનું વાર્ષિક ભાડું ૨.૯ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ માહિતી ડેટા એનાલિટિક્સ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ મુજબ, ભાડા કરાર ૧૪ ફેબ્›આરીના રોજ કરાયો હતો. બંને ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ મુંબઈના પાલી હિલ વિસ્તારની ‘પૂજા કાસા’ બિલ્ડિંગમાં આવેલા છે.

ડેટા એનાલિટિક્સ ફર્મ ના જણાવ્યા અનુસાર, બંને ડુપ્લેક્સ એપાર્ટમેન્ટનું કુલ વાર્ષિક ભાડું ૨.૯ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને આમાંથી એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ જેકી ભગનાની અને તેની બહેન દીપ્તિ ભગનાની પાસેથી ભાડે લીધું છે. તો બીજું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ જેકી ભગનાની પાસેથી જ ભાડે લેવામાં આવ્યું છે. બંનેનો ૩૬ મહિના માટે ભાડા કરાર કરવામાં આવ્યો છે.

પાલી હિલ બોલિવૂડ સેલિબ્રિટીઝનો ફેવરિટ વિસ્તારપાલી હિલ એ મુંબઈનો એક પ્રીમિયમ અને એક્સક્લૂઝિવ રેસિડેન્શિયલ એરિયા છે, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રહે છે. આ વિસ્તાર લક્ઝરી એપાર્ટમેન્ટ્‌સ અને શાનદાર સુવિધાઓ માટે જાણીતો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શાહરૂખ ખાન આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટનો ઉપયોગ વ્યક્તિગત રહેઠાણ તરીકે કરશે કે અન્ય કોઈ હેતુ માટે.

એવું પણ શક્ય છે કે તેને આગામી પ્રોજેક્ટ અથવા પ્રોડક્શન હાઉસ માટે લેવામાં આવ્યા હોય.પાલી હિલ એ મુંબઈનો એક પ્રીમિયમ અને એક્સક્લૂઝિવ રેસિડેન્શિયલ એરિયા છે, જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રહે છે. આ વિસ્તાર લક્ઝરી એપાર્ટમેન્ટ્‌સ અને શાનદાર સુવિધાઓ માટે જાણીતો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શાહરૂખ ખાન આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટનો ઉપયોગ વ્યક્તિગત રહેઠાણ તરીકે કરશે કે અન્ય કોઈ હેતુ માટે.

એવું પણ શક્ય છે કે તેને આગામી પ્રોજેક્ટ અથવા પ્રોડક્શન હાઉસ માટે લેવામાં આવ્યા હોય. શાહરૂખ ખાન પહેલાથી જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા ‘મન્નત’ના માલિક છે, જે શહેરના સૌથી ચર્ચિત બંગલાઓમાંથી એક છે. આ સિવાય તેમની પાસે દુબઈ, લંડન અને અન્ય શહેરોમાં પણ ઘણી પ્રોપર્ટી છે.

બોલિવૂડ સ્ટાર્સમાં લક્ઝરી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને શાહરૂખ ખાનનું આ પગલું પણ આ દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે.બચ્ચને વેચ્યો હતો એપાર્ટમેન્ટઆપને જણાવી દઈએ કે, અગાઉ અમિતાભ બચ્ચને ૫,૧૮૫.૬૨ ચોરસ મીટરના કાર્પેટ એરિયાવાળા લક્ઝરી એપાર્ટમેન્ટને ૮૩ કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે ઓશિવારા ખાતે ક્રિસ્ટલ ગ્›પના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘ધ એટલાન્ટિસ’માં આવેલા પોતાના એપાર્ટમેન્ટને વેચ્યો હતો. અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં આ એપાર્ટમેન્ટ ૩૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.