જુનાગઢની યુનિયન બેંકની બ્રાંચના ચીફ મેનેજરે કેમ કર્યો આપઘાત
જુનાગઢ, જુનાગઢનાં ઝાંઝરડા રોડ ઓર આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના રિકવરી ચીફ મેનેજરે શુક્રવારે સવારે બીજા માળે આવેલી બેંકની સામેની ગ્રીલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અખબારી અહેવાલ મુજબ ૧૬૦ કરોડ રૂપિયાની લોનનું સ્ટોક કલીયર સર્ટિ આપવાના દબાણની આશંકામાં તેમણે આ પગલું ભર્યું હતું.
અખબારી અહેવાલ મુજબ બેંકમા થતી ચર્ચા મુજબ એક મોટી લોન બેંકએ એક પાર્ટીને આપી હતી અને તે પાર્ટીએ તેનો સ્ટોક હોવાનું સર્ટિફિકેટ આપવાનું હતું, ગોડાઉનમાં સ્ટોક ના હોવાના કારણે મેનેજર સર્ટિફિકેટ આપતા નહોતા. જેના માટે તેને દબાણથી આત્મહત્યાની આશંકા કરી હતી.
જો કે ચીફ મેનેજરના ખિસ્સામાથી સુસાઈડ નોટ મળી નથી. મૂળ ઉતરપ્રદેશના અને હાલ જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની રિજીયન ઓફિસમાં ચીફ મેનેજર (રિકવરી) તરીકે ફરજ બજાવતા સિયારામ પ્રસાદ ગતરાત્રીના ઘરેથી નીકળી ગયા હતા.
તેઓના પરિવારજનોએ સિયારામપ્રસાદની શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન સવારે બીજા માળે આવેલી યુનિયન બેંકની રિજીયન ઓફિસની સામેની લોખંડની ગ્રીલ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં બી ડીવીઝન પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહને પી.એમ.માં ખસેડયો હતો.
બેંક અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિયારામપ્રસાદ ૩૧-૫-૨૦૨૨ થી જૂનાગઢ રિજીયન ઓફિસમાં ફરજ બજાવતા હતા. તેઓને અનેક કામગીરી સોંપવામાં આવી હતી. તેના કારણે કામનું ભારણ હતું. તેઓએ બેંક મેનેજમેન્ટને રજૂઆત પણ કરી હતી પરંતુ તે ધ્યાનમાં લેવામાં આવી ન હતી, જેના કારણે સિયારામ પ્રસાદે આપઘાત કરી લીધો હતો.
બેંક અધિકારી સિયારામ પ્રસાદ ગતરાત્રીના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓ બેંક જે કોમ્પલેક્ષમાં આવેલી છે ત્યાં બેંકની શાખા સામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સાડા ચાર વાગ્યા આસપાસ ગ્રીલમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.SS1MS