ગુજરાતના ટૂર ઓપરેટરોએ હિમાચલ પ્રદેશનો બહિષ્કાર કેમ કર્યો? જાણો છો
અમદાવાદ, રોશનીનો ઝગમગાટ કરતી દિવાળી આવી રહી છે અને સાથે-સાથે દિવાળી વેકેશન પણ બારણે ટકોર મારી રહ્યું છે ત્યારે દિવાળીની રજાઓમાં ફરવા જનારા સહેલાઈઓ પણ દેશ-વિદેશનાં વિવિધ સ્થળોએ વેકેશન માણવા અધીરા બન્યા છે. Why did the tour operators of Gujarat boycott Himachal Pradesh? Do you know
દિવાળીથી દેવદિવાળી દરમિયાન ૧૫ દિવસના ટૂંકા ગાળામાં શહેરના ૪૦ ટકા લોકો દેશના જુદા જુદા વિસ્તારમાં ફરવા જશે તો ૧૦થી ૧૫ ટકા લોકો વિદેશનો પ્રવાસ ખેડશે. આ લોકોએ બેથી ત્રણ મહિના અગાઉ પોતાનાં બુકિંગ કરાવી દીધાં છે.
બીજી તરફ બહારનાં રાજ્યનાં વાહનો પર ટેક્સ લગાડવાના કારણે હિમાચલના પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયું છે.
ગુજરાતના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટો પ્રવાસીઓને હિમાચલ ફરવા જવાના બુકિંગ માટે આનાકાની કરી રહ્યા છે કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા હિમાચલ પ્રદેશમાં નવો ટેક્સ લાગ્યા બાદ ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટ બુકિંગ રદ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઓલ ઇન્ડિયા ટૂરિસ્ટ પરમિટ વાહનો પર રોજનો ત્રણથી છ હજાર ટેક્સ લગાડવામાં આવી રહ્યો છે, જેના પગલે ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટોએ હિમાચલનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ હિમાચલની મુલાકાત લે છે. તેથી ટેક્સ પાંચથી ૧૦ ટકા રાખવાની માગ છે. હિમાચલ સરકારના નિર્ણયથી પ્રવાસન અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલ હોટલ-રેસ્ટોરાં-ગાઇડ સહિતના ઉદ્યોગોને ફટકો પડશે.
Millions of Gujaratis visit Himachal every year. So there is a demand to keep the tax at 5 to 10 percent. The Himachal government’s decision will hit tourism and tourism-related industries including hotels-restaurants-guides.
એકતરફ કુદરતી આપદાઓનો સતત સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે પર્યટન ઉદ્યોગ પણ પડી ભાંગશે. બીજી તરફ હિમાચલ સરકારે કુદરતી હોનારતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ૪૫૦૦ કરોડની વિશેષ રાહત જાહેર કરી છે, પરંતુ આ રકમ એકઠી કરવા માટે સરકારે ભારે ભરખમ ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે.
બહારના રાજ્યથી ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ પરમિટ પર હિમાચલ આવનારાં વાહનો પર રોજનાં ત્રણથી છ હજાર સુધીનો ટેક્સ વસૂલાશે ત્યારે આ સરકારી નિર્ણય બાદ હિમાચલમાં ગુજરાતથી જનારા પ્રવાસીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઘટાડો આવ્યા છે, તેની મોટી અસર હિમાચલના પર્યટન ઉદ્યોગ પર પડશે.