Western Times News

Gujarati News

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અક્ષય અને ટાઇગરે કેમ ના આપી હાજરી?

અક્ષય કુમાર મિશન રાનીગંજમાં નજરે પડ્યા હતા, આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે બધાને જય શ્રી રામ કહ્યા

નવી દિલ્હી,  દેશના ફેમસ ચહેરાઓ અયોધ્યામાં ભગવાન રામના દર્શન પામવા માટે પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બોલિવૂડ સિતારાઓએ પણ હાજરી આપી છે. આલિયા ભટ્ટ, કૈટરીના કૈફથી લઇને રણબીર કપૂર, રોહિત શેટ્ટી જેવા અનેક સિતારાઓએ હાજરી આપી છે. અમિતાભ બચ્ચન, રજનીકાંતથી લઇને બીજા અનેક લોકોએ પણ હાજરી આપી. સિતારાઓની આ મહેફિલમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ હાજરી આપી શક્યા નથી.

ગેસ્ટ લિસ્ટમાં બન્નેનું નામ શામિલ હતુ. આ બન્નેએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડીયો શેર કરીને ફેન્સને સંદેશો પાઠવ્યો છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે એક કોલોબ્રેશન પોસ્ટ શેર કરી છે. આ વિડીયો પોસ્ટના કેપ્શનમાં એક્ટર્સે લખ્યુ છે કે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસ પર તમને બધાને શુભકામનાઓ. જય શ્રી રામ. જો કે હવે આ સવાલ થાય છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે આ કાર્યક્રમમાં કેમ હાજરી આપી નથી.

આમ, બન્ને સ્ટાર્સ એમની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત છે. બન્ને સ્ટાર્સની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અંતિમ ચરણમાં છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઇ છે. એવામાં એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર વિડીયોમાં કહે છે કે..હું અક્ષય કુમાર અને મારી સાથે મિત્ર ટાઇગર શ્રોફ, અમારા બન્ને તરફથી તમને બધાને જય શ્રી રામ. પૂરી દુનિયામાં રામ ભક્તો માટે સૌથી મોટો દિવસ છે.

ઘણાં વર્ષોની રાહ જોયા પછી એવો દિવસ આવ્યો છે કે રામલલા એમના ઘરે અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં આવી રહ્યા છે. આગળ અક્ષય કુમાર કહે છે કે અમારા બન્ને તરફથી તમને અને તમારા પરિવારને આ પાવન દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં નજરે પડ્યા હતા. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ, જેમાં સેલ્ફી, ઓહ માય ગોડ ૨ સામેલ છે. સેલ્ફી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી ૨ ફિલ્મને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો. જલદી અક્ષય કુમાર વેલકમ ટૂ જંગર અને હેરા ફેરી ૩માં જોવા મળશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.