સલમાને ૫૮ વર્ષે પણ લગ્ન કેમ નથી કર્યાં? પિતાએ કર્યો ખુલાસો
મુંબઈ, સુશ્મિતા સેન, તબ્બુ કે સલમાન ખાન બોલિવૂડના એવા કલાકારો છે જે આજે ૫૦ વર્ષ વટાવી ચૂક્યા છતાં અપરિણિત છે. અગાઉ સલમાન ખાને કહ્યું હતું કે જ્યારે તેને કોઈ એવું મળશે જે એક તેના પહેલાં અને અંતિમ લગ્ન બની રહે.
હવે સલમાનના પિતા સલીમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે ૫૮ વર્ષે કેમ કુંવારો છે, તેનાં કારણ વિશે વાત કરે છે. આ વીડિયોમાં સલીમ ખાન કહે છે,“તે રિલેશનશિપમાં તો સરળતાથી આવી જાય છે, પણ એ લગ્ન કરતાં ડરી જાય છે.
તેનો બહુ સરળ સ્વભાવ છે, તેથી તે ગમે તેનાથી બહુ જલ્દી આકર્ષિત થઈ જાય છે. જોકે, એને ડર છે કે તે લગ્ન કરશે એ સ્ત્રી તેની માની જેમ પરિવારનું ધ્યાન રાખી શકશે કે નહીં. તેને એવી છોકરી જોઈએ છે જે પતિ અને ઘર માટે એની મા જેટલી જ સમર્પિત હોય. તેને બાળકો માટે ભોજન બનાવતાં આવડવું જોઈએ, તેમને તૈયાર કરે, અને તેમને હોમવર્ક પણ કરાવે. જોકે, એ આ સમયમાં મળવું સહેલું નથી.”
થોડાં વખત પહેલાં સલમાને રજત પવારને એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું,“કારણ કે, જ્યારે પહેલી તમારી લાઈફમાંથી જાય છે, તો તમે વિચારો છો કે એ એનો વાંક હતો, જ્યારે બીજી જાય, તો તમે વિચારો છો કે, એ કદાચ એનો વાંક હશે, ત્રીજા જાય તો પણ તમે વિચારો છો કે છોકરીનો વાંક હશે, પણ જ્યારે ચોથી છોકરી જાય ત્યારે તમે તમારી જાત પર શંકા કરો છો કે વાંક તમારામાં છે કે તેમનો હતો. આ જ મારો ડર છે, કે હું તેમને એ ખુશી અને જીવન નહીં આપી શકું.”SS1MS