કેનેડામાં કેમ વસવા માંગે છે બીજા દેશના લોકો?
નવી દિલ્હી, કેનેડાની પ્રાકૃતિક સુંદરતા લોકોને ખૂબ પ્રભાવિત કરે છે. આ સિવાય નોકરીની તકો સહિત ઘણા કારણો છે, જેના કારણે લોકો ત્યાં સ્થાયી થવા માંગે છે.
અમેરિકાના યુએસ ન્યૂઝ બેસ્ટ કન્ટ્રી રેન્કિંગ અનુસાર, ક્વોલિટી આૅફ લાઇફના હિસાબે કેનેડા દુનિયામાં (સ્વીડન અને ડેનમાર્ક બાદ) ત્રીજા સ્થાન પર છે. આર્થિક સ્થિરતા, વેતન સમાનતા, સુરક્ષા જેવા ઘણાં કારણો છે, જે ત્યાંના જીવનની ગુણવત્તાને શાનદાર બનાવે છે.
કેનેડામાં રોજગારની સંભાવનાઓ પણ લોકોને પ્રભાવિત કરે છે. જણાવી દઈએ કે ત્યાં બેરોજગારીનો દર માત્ર ૫ ટકા છે. જો કે, ઉદ્યોગો ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, એન્જિનિયરિંગ, બાંધકામ, કૃષિ વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં કામદારોની ભારે અછત છે. કેનેડામાં સ્વાસ્થ્ય સેવાને દુનિયાના મોટા ભાગના લોકો ખૂબ જ પસંદ કરે છે.
કારણકે, ત્યાંની સરકાર સાર્વજનિક સ્વાસ્થ્યમાં ખૂબ જ વઘારે ખર્ચ કરે છે. તેના માટે ત્યાંના લોકો સારો એવો ટેક્સ પણ આપે છે. કેનેડામાં શિક્ષાની સુવિધા પણ દુનિયાભરના લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. એટલું જ નહીં પબ્લિક સ્કૂલ ૫ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.
આ સિવાય અહીં દુનિયાભરના લોકો ઉચ્ચ શિક્ષા માટે આવે છે. દુનિયાના ઘણાં લોકો કેનેડા જઈને વસી ગયાં છે. તેથી ત્યાંની સંસ્કૃતિ હકીકતમાં મિશ્ર સંસ્કૃતિ થે. આ એક મોટું કારણ છે કે તેની બહારના લોકોને રહેવામાં સરળતા થાય છે.
અહીં ઘણાં દેશ અને ભાષાઓના લોકો રહે છે. કેનેડાના લોકો શાંતિ પસંદ કરે છે. આ સિવાય કેનેડા દુનિયાનું સાતમું સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે. અહીં અપરાધની ઘટનાઓ ખૂબ જ ઓછી થાય છે. આ પણ એક કારણ છે કે બીજા દેશના લોકો કેનેડામાં વસવા માંગે છે.SS1MS