પોતાને પર્ફેક્ટ પતિ કેમ નથી માનતો વિકી કૌશલ?
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલની જાેડીને બોલિવૂડની બેસ્ટ જાેડીઓમાંથી એક માનવામાં આવે છે. જે પ્રકારે વિકી અને કેટરિનાની લવસ્ટોરીની શરુઆત થઈ અને તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેમની જર્નીને પણ લોકો પસંદ કરે છે. તાજેતરમાં જ વિકી કૌશલે લગ્ન પછીના પોતાના જીવન વિશે વાત કરી હતી. પરંતુ આ વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તે પોતાને પર્ફેક્ટ પતિ નથી ગણતો.
તેણે જણાવ્યું કે, તે પોતાની પત્ની કેટરિનાને પ્રેમ કરે છે અને માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે હંમેશા પોતાના શ્રેષ્ઠ સ્વરુપમાં હોય છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૧માં વિકી અને કેટરિના લગ્નના બંધનમાં બંધાયા હતા. અંતિમ સમય સુધી તેમણે પોતાના રિલેશનશિપને છુપાવી રાખ્યો હતો. તેમણે લગ્ન સુધી ક્યારેય પોતાના રિલેશનશિપ પર સત્તાવાર નિવેદન નહોતુ આપ્યું.
લગ્ન પણ અત્યંત અંગત રાખવામાં આવ્યા હતા જેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. લગ્ન પછી વિકી અને કેટરિના બન્નેની ફિલ્મો આવી અને પ્રમોશન દરમિયાન તેમને સ્વાભાવિકપણે એકબીજા વિશે પૂછવામાં આવ્યું અને તેમણે હંમેશા દિલ જીતનારા જવાબ આપ્યા.
તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન વિકી કૌશલે જણાવ્યું કે, હું કોઈ પણ રીતે શ્રેષ્ઠ અથવા સંપૂર્ણ નથી. પતિ, દીકરા, મિત્ર અથવા અભિનેતા, કોઈ પણ રીતે હું પર્ફેક્ટ નથી. મને લાગે છે કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તમારે કામ કરતા રહેવું જાેઈએ જેથી ત્યાં પહોંચી શકો જ્યાં પહોંચવા માંગો છો.
પર્ફેક્ટ હોવું એ મૃગજળ સમાન છે, તમને હંમેશા લાગે તમે ત્યાં પહોંચી રહ્યા છો પણ હકીકતમાં તમારે હજી થોડું આગળ વધવાનું હોય છે. માટે મને નથી લાગતું કે હું એક શ્રેષ્ઠ પતિ છું. પણ હું એક પતિ તરીકે મારા પોતાના શ્રેષ્ઠ સ્વરુપને આગળ લાવવાનો પ્રયત્ન કરુ છું.
કાલે હું આજ કરતા વધારે સારો હોઈશ અને આજે હું ગઈકાલ કરતા સારો છું. કેટરિના કૈફ સાથેના લગ્નજીવન વિશે વાત કરતાં વિકીએ જણાવ્યું કે, જ્યારે તમે કોઈ માણસ સાથે રહેવાની શરુઆત કરો છો ત્યારે ઘણું શીખવા મળે છે. પાછલા એક વર્ષમાં હું ઘણું શીખ્યો છું.
કારણકે તમે એક અન્ય વ્યક્તિને સમજવાની શરુઆત કરો છો, તેના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો છે અને તેના પરિણામે તમે એક વ્યક્તિ તરીકે વિકસિત થાઓ છો.
વર્ક ફ્રંટની વાત કરીએ તો વિકી કૌશલ નેટફ્લિક્સની ફિલ્મ ગોવિંદા નામ મેરામાં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે જાેવા મળ્યો હતો. અત્યારે તે મેઘના ગુલઝારની ફિલ્મ સેમ બહાદુરમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉના જીવન પર આધારિત હશે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રીલિઝ થશે.SS1MS