ફોજદારી બારમાં પ્રમુખ પદ માટે હાલ હોટ ફેવરિટ સંભવિત ઉમેદવાર બી.એમ ગુપ્તા કેમ ?!
ફોજદારીકોર્ટ બારની ચૂંટણીમાં કાબેલ સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને જુનિયર્સ વકીલો માટે પથદર્શક બની શકે એવા નેતૃત્વની શોધ કરતા ફોજદારી બારના જાગ્રત વકીલો ?!
તસવીર ફોજદારી કોર્ટની છે બીજી તસવીર સુપ્રીમ કોર્ટની છે ફોજદારી કેસોની પ્રથમ એફઆઈઆર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપાય છે! ત્યાંથી સેશન્સ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં જાય છે! ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષેતા અને સ્વચ્છતા પણ વકીલાતની વ્યવસાયિકતા પર ર્નિભર છે! વકીલો વિદ્વાન કાબેલ અને સ્વચ્છ પ્રતિભાવાળા હશે તો જ પોતાના અસીલને હાઇકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય અપાવી શકશે! Why is BM Gupta the current hot favorite potential candidate for the post of President of the Criminal Bar?!
માટે ફોજદારી કોર્ટ એ વકીલાત નો વ્યવસાયિક પાયો છે! એ સમગ્ર વકીલાઆલમ સારી રીતે જાણે છે. ત્યારે ફોજદારી બારમાં વકીલાત કરતા જુનિયર વકીલો તંદુરસ્ત વકીલાત કરી શકે એવો માહોલ બનાવો એ ફોજદારી બારની ફરજ છે. જુનિયર્સ વકીલો માટે કાયમી સ્ટડીસર્કલ ચાલે એ જરૂરી છે! જેથી ગુજરાતને અને દેશને સારા ન્યાયાધીશો મળે! જુનિયર્સ વકીલોને સક્ષમ બનાવે, એની સમસ્યા સમજી શકે એવા નેતૃત્વને સત્તા સોંપો. શ્રી બી એમ ગુપ્તા, શ્રી એચ. એમ. ધ્રુવ, શ્રી અવધેશભાઇ શુક્લ, શ્રી હર્ષદભાઈ જાની, શ્રી જગરૂપસિંહ રાજપુત જેવા નેતૃત્વની ફોજદારી બાર ને જરૂર છે?! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ફોજદારી બારના સંભવિત ઉમેદવાર ઈશ્વરભાઈ દેસાઈ, ર્નિંમલભાઈ રાવલ, અશ્વિનભાઈ પટેલ, કમલભાઈ કમલકર, હેમંતભાઈ નવલખાએ ફોજદારી બાર માટે વિચારવા જેવું?! “ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ પેદા ન થવા જાેઈએ”!
અમેરિકાના માનવ અધિકાર ના પ્રણેતા એ કહ્યું છે કે “આપણે ભલે જુદા જુદા જહાજાેમાં આવ્યા હોઈએ પરંતુ હવે તો એક જ નાવડીમાં સવાર છીએ”! જ્યારે અમેરિકાના પ્રમુખ જાેન એફ કેનેડીએ સરસ કહ્યું છે કે “બધા સમાન પ્રતિભાશાળી ન હોઈ શકે પણ પ્રતિભા વિકસાવાની તકો બધાને સમાન જ હોવી જાેઈએ”! અદાલતોમાં વકીલાત કરવા આવતા વકીલોએ જુદા જુદા વિસ્તારમાંથી આવે છે, જુદા જુદા સામાજિક વિવિધ જ્ઞાતિ અને કોમમાંથી આવે છે.
પરંતુ તમામ વકીલો પોતાની વકીલાત નો વ્યવસાય કરવા આવે છે! પોતાના વ્યવસાય દ્વારા પોતાના પરિવારનો ઉત્કર્ષ કરવા આવે છે! અને પોતાના અસીલોને ન્યાય અપાવવા વકીલાત કરે છે. પરંતુ જે બારમાં બેસીને વકીલાત કરે છે ત્યાંનું વાતાવરણ, માહોલ સ્વચ્છ નહિ હોય તો કોઈ પણ વકીલની વકીલાત સારી રીતે ચાલવાની નથી?! ધંધામાં કોઈ બરકત આવવાની નથી!
માટે કમસેકમ વકીલાતના વ્યવસાયની ચિંતા કરીને દરેક વકીલોના બારમાં શ્રેષ્ઠ માનવી હોય, કર્મવીર હોય, કાબેલ હોય, નૈતિકતાના ધોરણો જાળવતા હોય એવા વકીલોને નેતૃત્વ કરવા ચૂંટણીમાં ઊભા રાખો, પસંદ કરો અને ચુુંટી કાઢો. ખાસ કરીને ફોજદારી કોર્ટ બાર એસોસિએશનના વકીલ મતદારો જાગ્રત બને વિચારશીલ બને અને સક્રિય બનીને ફોજદારી બારની ગરિમા ઉજાગર કરે એવા ઉમેદવારો ચૂંટવા જરૂરી છે! પ્રમુખપદ ઉપર ઉપ-પ્રમુખ ઉપર અને સેક્રેટરીપદ ઉપર સૌથી વધારે કાબેલ ઉમેદવાર ચૂંટો એ સમયની માંગ છે!!
ફોજદારી કોર્ટ બારની ચૂંટણીમાં વકીલ મતદારોને પ્રતિભાશાળી વિચારશીલ અને વકીલાતના વ્યવસાયિક ગરિમા નું નામ ઉજાગર કરે એવા ઉમેદવારોની જરૂર છે તો પ્રમુખ પદ માટે સક્ષમ ઉમેદવારો ફોજદારી બાર પાસે છે! સવાલ છે તેમને ઉભા રાખી ચૂંટી કાઢો અને બારની પ્રતિષ્ઠા ઉજાગર કરો!!
અમેરિકાના પથદર્શક અને વિચારશીલ વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીને કહ્યું છે કે ‘મૃત્યુ પામ્યા પછી એ જાે તમે અમર રહેવા માંગતા હોય તો એવું કંઈક લખી જાઓ જે વાંચવા લાયક હોય અથવા એવું કંઈક કરીએ કરીને જાઓ જે લખવા લાયક હોય’! ફોજદારી બારના પૂર્વપ્રમુખ અને વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી બી. એમ. ગુપ્તા માટે આજે દરેક બારના વકીલો એવું કહે છે કે “શ્રી બી.એમ ગુપ્તા સાહેબે ભૂતકાળમાં ફોજદારી બારના સેક્રેટરી તરીકે અને ત્યાર પછી ફોજદારી બારના પ્રમુખ તરીકે ઘણા એવા કામો કર્યા છે જે સમયની રેત પર પગલાં પગલા પાડે”! ઘણા જુનિયર્સ વકીલોને વકીલાત શીખવી છે
ફોજદારી બારના જુનિયર્સ વકીલો માટે સ્ટડીસર્કલ ચલાવીને ગુજરાતને સારા ન્યાયાધીશો ને સારા સરકારી વકીલો આપ્યા છે! ફોજદારી બારને સુંદર લાઇબ્રેરી આપી છે! જુનિયર્સ વકીલોની ક્રિકેટટીમ બનાવીને સારા વકીલ ખેલાડીઓ પણ તૈયાર કર્યા છે, મહિલા ધારાશાસ્ત્રીઓના અનેક નાના-મોટા પ્રશ્નો હાલ કરવામાં શ્રી બી. એમ. ગુપ્તા સાહેબની ભૂમિકા અદભુત રહી છે!
ભારતના બંધારણીય મૂલ્યો જેવા કે સામાજિક એકતા, બિનસાંપ્રદાયિકતા અને માનવઅધિકાર નો આદર્શને પ્રસ્થાપિત કરવામાં તેઓની કર્મશીલતા જાણીતી છે!! ત્યારે જુના જાગ્રત વકીલો એવું ઇચ્છતા જાેવા મળી રહ્યા છે કે શ્રી બી.એમ ગુપ્તા જેવા બાહોશ વકીલનું નેતૃત્વ ફોજદારી બાર ને જરૂર છે. વકીલ આલમના જુદા જુદા જૂથોમાંથી આવી માંગણી કરી ઉઠી છે એ અદભુત છે!! પરંતુ આવું ઇચ્છતા વકીલમિત્રોએ શ્રી બી એમ ગુપ્તા સાહેબને મળીને ટેકો જાહેર કરવામાં વિલંબ ન કરવો જાેઈએ શ્રી બી એમ ગુપ્તા હાલ કોઈપણ રાજકીય પક્ષો સાથે જાેડાયેલ નથી!!
ફોજદારી કોર્ટ બારમાં વકીલોની અનેક સમસ્યાઓ છે! જુનિયર વકીલો ની આર્થિક હાલત કથળતી જાય છે?! ફોજદારી બારમાં કોઈ હિટલરશાહી ચલાવી રહ્યું છે કે શું ?! વકીલોના વ્યવસાયિક મૂલ્યો પર છુપા કુટારાઘાત થઈ રહ્યા હોવાનું પણ મનાય છે!! વકીલાતને વ્યવસાયિક એકતાનું વિભાજન થઈ રહ્યું છે? આવા અનેક મુદ્દા પર વકીલોના જુદા જુદા જૂથોમાં ગણગણાટ શરૂ થયો છે ત્યારે જાગ્રત વકીલો કહે છે કે શ્રી બી એમ ગુપ્તા સાહેબને કે “ચડાવો ચૂંટણી રૂપી બાણ હવે તો ‘ધર્મયુદ્ધ’ એ જ કલ્યાણ” માટે જાગ્રત વકીલો ભેગા થઈ શ્રી બી.એમ ગુપ્તા, શ્રી એમ એમ ધ્રુવ, શ્રી અવધેશ ભાઈ શુક્લ જેવાઓને તૈયાર કરે જેથી ફોજદારી બહારની સમસ્યાઓ હલ થાય ખરું ને ?!
ફોજદારી કોર્ટ બારના સેક્રેટરી પદ ના આ સમભવિત ઉમેદવારો એ પણ ફોજદારી બારમાં અનુભવી કાબેલ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમુખ પર મજબૂત ઉમેદવાર શોધીને ઊભા રાખવાની હિંમતભરી પહેલ કરવી જાેઈએ એવું પણ જાગ્રત વકીલો કહેતા થયા છે!
બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલે અદભુત કહ્યું છે કે “જે મળે છે એનાથી આપણે જીવીએ છીએ પણ આપણે જે કંઈ આપીએ છીએ જીવન એમાંથી બને છે”! ફોજદારી બારમાં ઘણા વર્ષોથી કેટલાક જાણીતા એડવોકેટ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી ર્નિમલભાઈ રાવલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ નવલખા, શ્રી કમલભાઈ કમલકર જેવા અનેક ઉમેદવારો ફોજદારી બારમાં ઘણા સમયથી નેતૃત્વ કરે છે ત્યારે તેમણે વિચારવું જાેઈએ કે પ્રમુખપદ ઉપર કોઈ અનુભવી સિનિયર એડવોકેટને સુકાન સોંપવું જાેઈએ!
ફોજદારી બારમાં શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી ર્નિમલ રાવલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કમલભાઈ કમલકર, શ્રી હેમંતભાઈ નવલખા ફોજદારી બારની સમસ્યાઓથી વાકેફ છે અને હાલની મોટામાં મોટી કઈ સમસ્યા છે તેનાથી સુમાહિતગાર છે કહેવત છે ને કે “ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ પેદા ન થવા જાેઈએ”! ફોજદારી બાર કેટલાક વકીલો હસતા હસતા કહે છે કે ફોજદારી બારમાં કથિત ભ્રષ્ટાચારનો કોરોના કોઈને થયો હોય અને કોરોના થયેલી ડોસી મરે તો કોઈને શું વાંધો હોય શકે??!
ભલે કેટલાક વકીલો મજાક માં જે કેવું હોય તે કહે પરંતુ મૂળભૂત મુદ્દો એ છે કે ફોજદોરી બાર માં સ્વછપ્રતિભા ધરાવતા કર્મશીલ ઉમેદવારો દરેક હોદ્દા પર ચુટાય એ જરૂરી છે શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી ર્નિમલભાઈ રાવલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કમલભાઈ કમલકર, શ્રી હેમંતભાઈ નવલખાની ફરજ છે કે ફોજદારી બારમાં શ્રેષ્ઠ ટીમ ઉતારે જેમાં શ્રી બી. એમ. ગુપ્તા, શ્રી એચ. એમ. ધ્રુવ, શ્રી અવધેશભાઇ શુક્લ જેવા કોઈ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની ટીમ બનાવી ફોજદારી બારનું નેતૃત્વ સોંપે
જેથી ફોજદારી બારના પ્રશ્નો હલ કરવા હાઇકોર્ટમાં યોગ્ય રજૂઆત થાય! ફોજદારી કોર્ટના યુનિટ જજ સાથે વિચાર વિમર્શ કરી શકે હોજદાર બારમાં જુનિયર વકીલો માટે સ્ટડીસર્કલ ધમધમતું કરી શકે, વકીલાતની વ્યવસાયિક ગરિમા અને ફોજદારી કોર્ટની ગરિમા જાળવીને ગુજરાતના સૌથી મોટા બારનું નામ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્થાપિત કરી શકે અને મહિલાધારાશાસ્ત્રીઓના અનેક પડતર પ્રશ્નો હલ થઈ શકે માટે ઉપરોક્ત તમામ સંભવિત ઉમેદવારો વિચારે કારણ કે ફોજદારી બારે તેમને ઘણું આપ્યું છે! હવે આવનારી નવી વકીલ પેઢીનો વિચાર કરવાનો સમય છે
ગુજરાત ના સૌથી જાગ્રત બાર તરીકે તથા ગુજરાત ના સૌથી મોટા વકીલબાર તરીકે ફોજદારી બારનું નામ જાણીતું છે અને આ સંભવિત ઉમેદવારો ભૂતકાળ માં શ્રેષ્ઠ ઉમેદવારો ચુટવાની પહેલ કરતાં હતા અને ફોજદારી કોર્ટ બાર ના પ્રમુખ થી માડી ને ગુજરાત બાર કાઉન્સીલ ના સભ્યો સુધી પ્રતિભાશાળી ઉમેદવારો ને જીતાડતા હતા માટે શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી ર્નિમલભાઈ રાવલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી કમલભાઈ કમલકર, શ્રી હેમંતભાઈ નવલખા સહિત તમામ જાગરૂત ઉમેદવારોએ એક્તા સાથે પહેલ કરવાની જરૂર છે