વારંવાર બોલાવવા છતાં દિશા વાકાણી કેમ કમબેક માટે તૈયાર નથી?
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીના રોલમાં જાેવા મળેલી મોનિકા ભદોરિયા શોના મેકર્સ વિશે ચોંકાવનારા દાવા કરીને ચર્ચામાં આવી છે. પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ તેની સાથે કરેલા અન્યાયથી લઈને સેટ પર મહિલા કલાકારો સાથે કરવામાં આવતા કૂતરા જેવા વર્તન અને એક્ટર્સ પર ગુજારવામાં આવતા માનસિક ત્રાસ સુધી… તે ઘણી અજાણી વાતોને દર્શકો સામે લાવી ચૂકી છે.
હવે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે દયાબેનની ભૂમિકા ભજવનારી દિશા વાકાણીએ છ વર્ષ બાદ પણ કેમ TMKOCમાં કમબેક ન કર્યું તે વિશે વાત કરી હતી. આ સાથે તેણે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી એક એક્ટર પર હાથ ઉગામ્યો હોવાનો પણ ધડાકો કર્યો હતો. બોલિવુડ બબલને આપેલા ઈન્ટરવ્યૂમાં મોનિકા ભદોરિયાએ કહ્યું હતું કે, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણીએ એક્ટરને સેટ પર મનફાવે તેવા શબ્દો કહ્યા હોવાની ઘટનાની તે સાક્ષી રહી ચૂકી છે.
કિસ્સા વિશે તેણે જણાવ્યું હતું કે, સોહેલ સેટ પર કલાકારોને અવારનવાર અપમાનિત કરતો હતો. એકવાર એક એક્ટર સહેજ મોડો પડ્યો હતો કારણ કે તેને તેની માતા માટે દવા ખરીદવાની હતી. જાે કે, કોઈ પણ કારણ સાંભળ્યા વગર સોહેલ તેના પર બૂમો પાડવા લાગ્યો હતો અને થપ્પડ પણ મારી હતી. જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડ્યા બાદ આસિત મોદી અને તેમની ટીમ પર તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
ત્યારે મોનિકા ભદોરિયાએ દયાબેન ઉર્ફે દિશા વાકાણી સાથે પણ આવું જ કંઈ થયું હોવા તરફ ઈશારો કર્યો હતો અને તેથી જ તે શોમાં જતી રહી હોવાનું કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, એવું કંઈ થયું હોય શકે છે જેનાથી દિશાને ઠેસ પહોંચી હોય અથવા તેને પૂરતી ફી ન આપવામાં આવી હોય.
તેણે ઉમેર્યું હતું ‘હું તેના પર કોઈ કોમેન્ટ કરવા નથી માગતી… કદાચ તેને કોઈ વાતનું તો ખોટુ લાગ્યું જ હશે. તમને કોઈ સારી ફી આપી રહ્યું હોય અથવા વારંવાર બોલાવી રહ્યું હોય તો કોઈ તો કારણ હશે ને કે તે આવવા નથી ઈચ્છતી. ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં મોનિકા ભદોરિયાએ હાલમાં શો છોડનારા અન્ય એક્ટર્સની જેમ તે પણ પેમેન્ટ ઈશ્યૂનો સામનો કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
તેણે કહ્યું હતું કે ‘આકરી મહેનતથી કરેલી કમાણીના પૈસા મેળવવા માટે મારે એક વર્ષ સુધી લડત લડવી પડી હતી. તેમ છતાં તેઓ મારું બાકી પેમેન્ટ આપવા માટે તૈયાર નહોતા. મેં તેમને ફરિયાદ કરી રહી હોવાની ધમકી આપી ત્યારે જઈને તેમણે પૈસા આપ્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છ વર્ષની જર્ની દરમિયાન જે ફી નક્કી કરવામાં આવી હતી તે મને ક્યારેય મળી નહોતી. આસિત મોદી પોતાના શબ્દોથી ફરી ગયા હતા અને શું નક્કી થયું હતું તે તેમને યાદ ન હોવાનું કહ્યું હતું’.SS1MS