Western Times News

Gujarati News

ડાકોર અને દ્વારકામાં કેમ 31 ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી કરાશે?

શ્રાવણ સુદ પૂનમ આ વખતે ૩૦ ઓગસ્ટે સવારે ૧૦ વાગ્યેને ૫૯ મિનિટથી શરૂ થાય છે અને તે ૩૧ ઓગસ્ટે સવારે ૭ વાગ્યેને ૬ મિનિટ સુધી છે

અમદાવાદ,  આ વર્ષે રક્ષાબંધનમાં રાખડી ૩૦ ઓગસ્ટે બાંધવી કે ૩૧ ઓગસ્ટના તેને લઈ ભારે મૂંઝવણ છે. મંદિરોમાં પણ અલગ અલગ દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરના રણછોડરાયજી મંદિર, દ્વારકા, શક્તિપીઠ અબાજીમાં રક્ષાબંધનની ઉજવણી ૩૧ ઓગસ્ટે થશે.

જ્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ૩૧ ઓગસ્ટે, જ્યારે ઈસ્કોન, હરેકૃષ્ણ મદિરમાં ૩૦મી તારીખે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. જાે કે જ્યોતિષીઓનં માનવું છે કે શ્રાવણ સુદ પૂનમ આ વખતે ૩૦ ઓગસ્ટે સવારે ૧૦ વાગ્યેને ૫૯ મિનિટથી શરૂ થાય છે અને તે ૩૧ ઓગસ્ટે સવારે ૭ વાગ્યેને ૬ મિનિટ સુધી છે. ૩૦ ઓગસ્ટે રાત્રે ૯ વાગ્યાના ૫ મિનિટેથી ૧૦ વાગ્યાને ૫૫ મિનિટનો રાખડી બાંધવા માટે મૂહૂર્ત છે.

રક્ષાબંધન ૩૦ કે ૩૧ તારીખે છે, તેને લઈને લોકોમાં મતભેદ છે. પરંતુ જ્યોતિષ અને પંચાંગ અનુસાર શ્રાવણી અથવા સાવન પૂર્ણિમા તિથિ ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦ઃ૫૮ કલાકે શરૂ થઈ રહી છે અને ૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૦૭ઃ૦૫ કલાકે સમાપ્ત થશે.

બીજી તરફ ૩૦ ઓગસ્ટે પૂર્ણિમા તિથિ સાથે ભદ્રકાળ પણ સવારે ૧૦ઃ૫૮થી શરૂ થઈ રહ્યો છે, જે રાત્રે ૦૯ઃ૦૨ સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. બપોરનો સમય રાખડી બાંધવા માટે યોગ્ય છે. પરંતુ વર્ષ ૩૦ અને ૩૧ ઓગસ્ટના કોઈપણ દિવસે બપોરે રાખડી બાંધવાનો કોઈ શુભ સમય નથી.

તેથી, ૩૦ ઓગસ્ટના રોજ ભદ્રકાળની સમાપ્તિ પછી, તમે રાત્રે ૦૯ઃ૦૩ થી ૩૧ ઓગસ્ટની સવારે ૭ઃ૦૫ સુધી રાખડી બાંધી શકો છો. આ સમય રાખડી બાંધવા માટે યોગ્ય છે.

રાખડી બાંધવાનો શુભ સમય (રક્ષાબંધન શુભ મુહૂર્ત)
અમૃત સર્વોત્તમ મુહૂર્તઃ ૩૦ ઓગસ્ટ રાત્રે ૯.૩૪ થી ૧૦.૫૮ સુધી.
યોગ્ય સમયઃ ૩૦ ઓગસ્ટ રાત્રે ૦૯ઃ૦૩ વાગ્યાથી ૩૧ ઓગસ્ટ સવારે ૦૭ઃ૦૫ વાગ્યા સુધી.
ભદ્રકાળમાં શા માટે રાખડી ન બાંધીએ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.