ધમકીઓ વચ્ચે સલમાન ખાન દુબઈ કેમ ગયો
મુંબઈ, સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાન ૬ ડિસેમ્બર, શુક્રવારની સવારે ફ્લાઈટ દ્વારા મુંબઈથી દુબઈ જવા રવાના થયો છે. તે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતો. બોડીગાર્ડ શેરા અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ સાથે જોવા મળ્યા હતા.
સલમાને સ્માઈલ આપી અને કેમેરા સામે પોઝ આપ્યો અને ઝડપથી નીકળી ગયો હતો. બ્લેક શર્ટ અને બ્લુ ટ્રાઉઝર પહેરેલા સલમાને કેપ પહેરી હતી.અહેવાલો અનુસાર, સલમાન ખાન તેની એક ઈવેન્ટને કારણે દુબઈ જવા રવાના થયો છે. તે ૭ ડિસેમ્બરે દુબઈમાં અદા-બેંગ ધ ટૂરમાં પરફોર્મ કરશે. આ જ કારણ છે કે તે અચાનક દુબઈ જઈ રહ્યો છે. સલમાન ખાનને ઘણા સમયથી ધમકીઓ મળી રહી છે.
તેમ છતાં તે પોતાના કાર્ય પ્રતિબદ્ધતાથી પાછળ હટ્યો નથી.સલમાન શુક્રવારે ‘વીકેન્ડ કા વાર’નું શૂટિંગ કરવાનો હતો, પરંતુ તે પહેલા જ તે મુંબઈની બહાર નીકળી ગયો છે. અહેવાલો છે કે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન તેની જગ્યાએ ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ કરશે.
અગાઉ પણ ફરાહ સલમાનની ગેરહાજરીમાં ‘બિગ બોસ’ની જવાબદારી સંભાળી ચૂકી છે.ગઈકાલે બાબા સિદ્દીકી હત્યા કેસમાં ખુલાસો થયો હતો કે, આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, સલમાન ખાનનું નામ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના હિટલિસ્ટમાં હતું.
પરંતુ સલમાનની કડક સુરક્ષાને કારણે શૂટર સલમાન સુધી પહોંચી શક્યા નહોતા. સલમાનને સતત મળી રહેલી ધમકીઓને કારણે તેને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.SS1MS