સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેમ નથી રમતો ટેસ્ટ ક્રિકેટ?
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે. વાત એમ છે કે, સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને ટીમના ખેલાડીઓની ટીકા થઈ રહી છે. ભારતીય કંડિશનમાં ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર ઓલરાઉન્ડર સારું પર્ફોર્મ કરે છે. Why star all-rounder Hardik Pandya is not playing test matches?
પરંતુ જ્યારે વિદેશી પરિસ્થિતિની વાત આવે છે તો આ જ ઓલરાઉન્ડર સંઘર્ષ કરતાં જાેવા મળે છે. તેવામાં ભારતને પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવની જેવા કોઈ ખેલાડીની જરૂર છે. જે ફાસ્ટ બોલિંગ પણ કરી શકે અને બેટિંગમાં પણ પોતાનો દમ દેખાડી શકે તેવો ટીમ ઈન્ડિયા પાસે એક ખેલાડી છે અને તે છે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા બેટિંગની સાથે-સાથે બેટિંગમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. વ્હાઈટ બોલમાં આપણે ઘણીવાર તેને આમ કરતાં જાેયો છે.
પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક ટેસ્ટ ક્રિકેટ કેમ નથી રમતો? આપને જણાવી દઈએ કે, રોહિત શર્મા ગત વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ બાદથી ટી૨૦ મેચ રમી રહ્યો નથી. તેનું ફોકસ વનડે અને ટેસ્ટ પર છે. તેવામાં તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટી૨૦માં ટીમ ઈન્ડિયાને લીડ કરતો જાેવા મળી રહ્યો છે. તો તે વનડેમાં પણ વાઈસ કેપ્ટન છે.
તેણે ઓસ્ટ્રેલિયા સામેની એક વનડેમાં કેપ્ટનશિપ પણ કરી છે. એક તરફ હાર્દિક વ્હાઈટ બોલમાં ક્રિકેટ ટીમમાં મુખ્ય ખેલાડી છે અને કેપ્ટનશિપ કરે છે તો બીજી તરફ ટેસ્ટમાં તે ટીમના સ્ક્વોડમાં પણ નથી. એવું કયું કારણ છે કે, હાર્દિક હવે ટેસ્ટ ક્રિકેટ નથી રમતો? ૨૯ વર્ષના હાર્દિક પંડ્યાએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૧૭માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તે બાદથી તે ૨૦૧૮ સુધીમાં ૧૧ ટેસ્ટ રમ્યો હતો, જેમાં તેણે ૫૩૨ રન બનાવવાની સાથે-સાથે ૧૭ વિકેટ લીધી હતી.
જાે કે, ૨૦૧૮માં એશિયા કપમાં બોલિંગ કરવા દરમિયાન તેને પીઠમાં ઈજા પહોંચી હતી, જે ગંભીર હતી. જે બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જ્યારે તેણે કમબેક કર્યું તો તે સમયે બોલિંગ નહોતો કરતો. આ સિવાય તેણે તેમ પણ કહ્યું હતું કે, તેની ફિટનેસ એવી નથી કે તે ટેસ્ટ ક્રિકેટમાં રમી શકે.
ખાસ કરીને પોતાની બોલિંગને લઈને વધારે સમસ્યા હતી. તો ૨૦૨૧માં વર્લ્ડકપ સુધી તેણે બોલિંગ કરવાનું શરૂ કર્યું નહોતું. તેવામાં પંડ્યાએ પોતાની ફિટનેસ પર કામ કરવા માટે ક્રિકેટથી બ્રેક લીધો હતો. ૨૦૨૨માં આઈપીએલમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાએ ફરીથી એન્ટ્રી મારી હતી.
બોલિંગ અને બેટિંગમાં તેનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું હતું. આ સાથે જ તેણે કેપ્ટન બન્યા બાદ આઈપીએલની પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. જે બાદ તે ભારત માટે સતત વનડે અને ટી૨૦ રમી રહ્યો છે. પરંતુ ટેસ્ટમાં તેણે હજી સુધી કમબેક કર્યું નથી. તેનું બોડી ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર ન હોવાનું તેને લાગે છે. કુલ મળીને, હાર્દિક તેની ફિટનેસના કારણે હવે ટેસ્ટ ક્રિકેટ નથી રમતો.SS1MS