માણાવદર-વંથલી- ચૌટાવાંક ફોર ટ્રેક કરવામાં શાસકોની લાપરવાહી કેમ ?
માણાવદર-વંથલી રોડ ઉપર વારંવાર થીગડા ઉપર થીગડા મારી રૂપિયાનો વ્યય કરાય છે
માણાવદર, માણાવદર-વંથલી-ચૌટાવાંક સુધીનો હાઈવેને અનેક વર્ષોથી ફોરટ્રેકમાં ફેરવવાની માંગણી વારંવાર પ્રજાજનો કરે છે પરંતુ હજી શાસકોની લાપરવાહી હોય કે કેમ? તે કામ થયું નથી ખાસ કરીને ત્રણ જીલ્લા જૂનાગઢ બીજી બાજુ સોમનાથ આમ ચૌટાવાંકથી નેશનલ હાઈવે પોરબંદર તરફ તો બીજાે રસ્તો ઉપલેટા હાઈવે જાેઈન્ટ થઈ શકે તેમ છે જેનાથી ત્રણેય જીલ્લા અને તાલુકાના ગામડાને અકસ્માતોથી બચાવ થઈ શકે, ઝડપી વાહન વ્યવહાર થતાં પેટ્રોલ-ડીઝલ-ગેસની રાષ્ટ્રીય સંપત્તિ બચી શકે અને ઝડપી પરીવહન થાય તથા નવા ઉદ્યોગ સાહસીકોને જાે ઉદ્યોગ સ્થાપિત કરવા માગતા હોય તો તેને સુવિધા મળે ખેડૂતોને પણ ખેતીકામના હેવી વાહનો આવી શકે જેથી ખેતી કામ ઝડપી થાય બીજી બાજુ માનવ જીંદગી બચાવવા ઈમજન્સી ૧૦૮ને પણ કઈપણ સ્થળે દર્દીને લેવા-લઈ જવા સુગમતા રહે અને માનવ જીદગી બચાવવા ઝડપી સ્થળ ઉપર કે દવાખાને પહોંચાડી માનવ જીંદગી બચાવી શકે.
ખાસ કરીને વાહનોની સંખ્યા વધી છે વાહન અકસ્માતો થતાં બચાવી શકે ફોરટ્રેક રસ્તો આ રોડ ઉપર અનેક વખત ગંભીર અકસ્માતો થયા છે માનવ જીંદગી ગઈ છે ત્યારે ફોરટ્રેક જરૂરી છે પરંતુ માણાવદર-વંથલી રોડ ઉપર થીગડા ઉપર થીગડા જ મારી દેતા હોવાની પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે? ખરેખર આ રોડમાં કયારે કેટલી ગ્રાન્ટ ફાળવી અને વપરાઈ તેની વિજીલન્સ તપાસ કરવા લોકમાંગણી પ્રજાજનોમાંથી ઉઠવા પામી છે તથા નવો રોડ વ્યવસ્થિત બને તેમ ઈચ્છે છે.