સંસદમાં સેંગોલના મુદ્દે ધાંધલ- ધમાલ કેમ થઈ ?
એના પગલે સ્થિતિ કેવી સર્જાઈ ? સંપ્રભુતાના પ્રતીક તરીકે સેંગોલના પ્રયોગ થયો
શું છે આ સેંગોલ ? ચોલે રાજવંશથી નહેરુ સુધી શું છે એનો ઈતિહાસ
પ્રધાનમંત્રીએ ૨૮મે ૨૦૨૩માં દેશની નવી સંસદના ઉદ્ઘાટન દરમિયાન સેંગોલ (રાચદંડ)ની સ્થાપના કરી હતી. સેંગોલને સ્પીકરની ખુરસી પાસે સ્થાપિત કરાયો હતો. મોહનલાલગંજથી સપા સાંસદે સેંગોલને હટાવી બંધારણની નકલ લગાવવાની માંગ કરી હતી.
એ પછી સેંગોલને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું. સદનમાં સેંગોલને લઇ એકવાર ફરી વિવાદ શરૂ થયો છે. મોહનલાલગંજથી સપા સાંસદ આરકે ચૌધરીએ સંસદમાં સ્થાપિત સેંગોલને હટાવવાની માંગણી કરી હતી. એ પછી સેંગોલના સંદર્ભે એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું. સેંગોલ શું છે ? સેંગોલની સ્થાપના સંસદમાં ક્યારે થઈ ?
પ્રધાનમંત્રી મોદીએ ૨૮મે ૨૦૨૩માં નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરી હતી. એના માટે તમિલનાડુના પ્રાચીન મઠથી આધીતમ મહંત દિલ્હી આવ્યા હતા. એમની ઉપસ્થિતિમાં જ સેંગોલની નવા સંસદની લોકસભામાં સ્થાપના કરવામાં આવી. એ સમયે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સેંગોલ એટલે કે, રાજદંડ ફક્ત સત્તાનું પ્રતીક નથી પણ રાજાની સામે હંમેશા ન્યાયશીલ બની રહેવા જનતાના પ્રત્યે સમર્પિત રહેવાનું પ્રતીક રહ્યું છે.
આઝાદીના સમયે નહેરૂને અપાયું હતું સેંગોલ ભારત સરકારના ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, ભારતના અંતિમ વયારોય લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા પછીના થોડા દિવસ પહેલા પૂછ્યું હતું- શું આપ દેશની આઝાદીની ઉજવણી કેવી રીતે અથવા પ્રતીકની સાથે મનાવવા ઈચ્છો છો ? બતાવશો ?
એ પછી નહેરુ દેશના ખૂબ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની સી.રાજગોપાલચારી પાસે ગયા, રાજ ગોપાલાચારીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું ખૂબ જ્ઞાન હતું. રાજગોપાલાચારીએ જ જવાહરલાલ નહેરુને રાજદંડ ભેટ આપવાની તમિલ પરંપરાની બાબતમાં કહ્યું હતું કે, આ પરંપરામાં રાજગુરૂ નવા રાજને સત્તા ગ્રહણ સમયે એક રાજદંડ ભેટ આપે છે.
પરંપરા દ્વારા રાજગુરૂ થિરૂવદુથુરૈ અધિનમ મઠના હોય છે. એમણે નહેરુને સૂચન કર્યું. જ્યારે આપ પ્રધાનમંત્રી બન્યાના માઉંટબેટન આપને આ રાજદંડ સ્વતંત્રતા અને સત્તાના હસ્તાંતરણના પ્રતીકના રૂપમાં આપી શકે છે. પં.જવાહર નહેરુએ આ આઈડિયા એટલો પસંદ આવ્યો કે, એમણે તરત એની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ રાજપોપાલાચારીને આપી.
રાજગોપાલાચારીએ સેંગોલ માટે થિરુવદુથુરૈ અધિનમ મઠનો સંપર્ક કર્યાે તો જાણવા મળ્યું કે, તત્કાલીન પ્રમુખ તથા એમના ૨૦મા રાજગુરૂ શ્રી અંબલવાણ દેસિગર સ્વામી બીમાર છે. આમ છતાં એમણે એની જવાબદારી સ્વીકારી હતી. એમણે એ સમયે મદ્રાસના એક બેહદ પ્રસિદ્ધ ઝવેરી વુÂમ્મડીને સોનાનો રાજદંડ બનાવવા માટે કહ્યું.
સાથે જ એમ પણ જણાવ્યું કે, આકાર કેટલો થયો અને રાજદંડની ઉપર નંદિની આકૃતિ પણ ઉપસાવવામાં આવે. અસ્વસ્થ હોવા છતાં રાજગુરૂ અંબલવાણ દેસિગર સ્વામીએ તમામ વ્યવસ્થા કરાવ્યા પછી પોતના પ્રતિનિધિ મણિકમ ઓધુવાર (મઠના પૂજારી) અને શ્રી લાશ્રી કુમાર સ્વામી તમ્બીતરાણ (સહાયક પૂજારી)ને દિલ્હી મોકલવા માટે તૈયાર કર્યા.
આ તરફ રાજદંડને મદ્રાસથી દિલ્હી લાવવા માટે નહેરુએ એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાતે ૧૧.૪૫ કલાકે એટલે કે, આઝાદી મળ્યા પછીની ૧૫ મિનિટ પહેલા તિરુવદુથુરૈ અધીનમ મઠના પૂજારીએ રાજદંડ માઉન્ટ બેટનને આપ્યો. ઓલ શાસનની પરંપરા અનુસાર એના પર પવિત્ર જળનો છંટકાવ કરાયો. પૂજારીએ ત્યાં શૈવ સમાજના સંદન થિરુગના સાંબથરના લખાયેલ ભજન ગાયા. મંત્રોચ્ચાર થયો, અને ફરી માંઉન્ટબેટને રાજદંડ (સેંગોલ) નહેરુને ભેટ ધર્યાે. એ પછી નહેરુના માથા પર રાખ લગાવીને માળા આરોપિત કરાઈ.
નહેરુ પછી કોઈ બીજી પીએમને સેંગોલ અપાયેલ નહીં. સેંગોલને ઐતિહાસિક ધરોહર માનીને ઈલ્હાબાદ સંગ્રહાલયમાં રાખી મૂકવામાં આવ્યો. પાંચ ફુટ લાંબા ચાંદનીથી બનેલ આ સેંગોલ પર સોનાનું પડ ચડેલ છે. એની ટોચ પર નહિ બિરાજમાન છે. આ સેંગોલને લગભગ ૭૫ વર્ષ સુધી યુપીના પ્રયાગરાજમાં અલ્હાબાદ મ્યુઝિયમમાં રખાયો.
સાલ ૧૯૭૯માં કોંચી મઠના મહા પેટિયવા (વરિષ્ઠ જ્ઞાતા) આઝાદીના સમયે નહેરુને રાજદંડ અપાયાની ઘટના પોતાના શિષ્યને કહી હતી, એ પ્રકાશિત પણ થઈ, તે પછી સુબ્રમણ્યમજીએ પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખ્યો. સેંગોલ પરના લેખનો અનુવાદ પણ મોકલ્યો. ત્યાર પછી ૪ નવેમ્બર ૨૦૨૨માં નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હીમાં તે સોંપવામાં આવ્યો અને ૨૮મે-૨૦૨૩થી વિધિવિધાન સાથે સંસદભવનમાં સ્પીકરની ખુરસી પાસે સ્થાપિત કરાયો સેંગોલ તમિલ શબ્દ છે, જેનો અર્થ સંપદાથી સંપન્ન છે.
સેંગોલ શબ્દને સંસ્કૃતિના શબ્દ સંકુ માંથી લેવાયો છે. જેનો અર્થ શંખ થાય છે. શંખને વૈદિક પરંપરામાં પૌરુષના ઉદઘોષકનું પ્રતીક માનવામાં આવે છે. એનો રાજ્યના વિસ્તાર, પ્રભાવ અને સંપ્રભુતા સાથે જોડાય છે. સેંગોલને પરંપરાગત રીતે રાજદંડ કહેવાય છે. સેંગોલ એટલે સમૃદ્ધિનું પ્રતીક એનો ઇતિહાસ ઇસા પૂર્વે સુધીનો છે, સેંગોલનો સૌથી પહેલા ઉપયોગ મૌર્ય સામ્રાજ્ય (૩૨૨થી ૧૮૫ ઈસા પૂર્વે)માં સમ્રાટની શક્તિના રૂપમાં કરાયો હતો. મૌર્ય સામ્રાજ્ય પછી ગુપ્ત સામ્રાજ્ય (૩૨૦થી ૫૫૦ ઈસ્વી.) અને વિજયનગર સામ્રાજ્ય (૧૩૩૬થી ૧૬૪૬ ઈસ્વી.)માં પણ સેંગોલના ઉપયોગનું પ્રમાણ મળે છે.