પત્નીએ માતા સાથે મળી પતિની હત્યા કરી

બેંગલુરુ, મેરઠના સૌરભ રાજપૂત મર્ડર કેસ બાદ પત્ની દ્વારા પતિની હત્યાના અનેક કિસ્સો સતત પ્રકાશમાં આવી રહ્યા છે. હવે બેંગલુરુમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
અહીં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરી દીધી હતી. આશ્ચર્યની વાત છે કે તેણીએ તેની માતા સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સોલાદેવનાહલ્લી પોલીસે ૧૯ વર્ષીય યશસ્વિની સિંહ અને ૩૭ વર્ષીય હેમા બાઈની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ લોકનાથ સિંહ (૩૭ વર્ષ) છે. યશસ્વિની અને લોકનાથના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. યશસ્વિનીના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. લગ્ન પછી યશસ્વિની શારીરિક માંગણીઓ પૂરી ન કરતા લોકનાથ તેને ત્રાસ આપતો હતો.
જ્યારે લોકનાથે તેને તેની માતા એટલે કે સાસુને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મનાવવા કહ્યું, ત્યારે યશસ્વિની સહન કરી શકી નહીં અને લોકનાથને છોડીને તેના માતાપિતાના ઘરે પાછી ગઈ હતી.ત્યારબાદ માતા અને પુત્રીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
શનિવારે લોકનાથે યશસ્વિનીને મળવા બોલાવતાં માતા-દીકરીએ ભોજન બનાવીને તેમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. યશસ્વિનીને પીક કર્યા બાદ લોકનાથ તેને બીજીએસ લેઆઉટમાં એકાંત જગ્યાએ લઈ ગયો હતો. તેણે કારની અંદર બીયર પીધી.
જ્યારે લોકનાથ નશામાં ધૂત થઈ ગયો ત્યારે યશસ્વિનીએ તેને ઊંઘની ગોળીઓ ભેળવેળું ભોજન ખવડાવ્યું હતું. લોકનાથ બેભાન થતાં જ યશસ્વિનીએ તેનું લોકેશન તેની માતાને મોકલી દીધું. હેમા છરી લઈને આવી અને લોકનાથના ગળાના ભાગે હુમલો કરતા તેનું મોત થયું હતું.SS1MS