પત્ની બોયફ્રેન્ડને મળવા પહોંચી, પતિએ કરી પ્રેમીની હત્યા
અમદાવાદ, પતિ અને પત્ની વચ્ચેના અણબનાવ મુદ્દે ઘણીવાર હિંસક કિસ્સાઓ સામે આવતા હોય છે. સાણંદના મોડાસર ગામે પણ મંદિરમાં આયોજિત મેળામાં ચોંકાવનારી ઘટના ઘટી હતી. પતિથી રિલાયેલી પત્ની પિયર ચાલ્યી ગઈ હતી.
જાેકે તે આ મેળામાં પોતાના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. આ દરમિયાન શંકાના આધારે પતિ પણ તાક જાેઈને ઉભો હતો. અને જેવા પત્ની અને તેનો પ્રેમી એકબીજાને મળ્યા કે તાત્કાલિક જ યુવકે ખૂની ખેલ રમ્યો હતો. અત્રેશ્વર મહાદેવનું મંદિર મોડાસર ગામ ખાતે આવેલું છે.
અહીં આસપાસના લોકો પણ અવાર નવાર આવતા હોય છે. ત્યારે મેળામાં ફરવા તથા મંદિરમાં દર્શન કરવા માટે અહીં લાંબી કતારો લાગે છે. તેવામાં લવ ટ્રાયેન્ગલનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. દીપક અને તેની પત્ની વચ્ચે અણબનાવ હતો. જેના પગલે પત્ની રિસાઈને પિયર ચાલ્યી ગઈ હતી. જાેકે દીપકને શંકા હતી કે તેની પત્ની પણ આ મેળામાં આવશે જ્યાં તે એના પ્રેમી સાથે ફરશે.
નોંધનીય છે કે પત્નીના પ્રેમ પ્રકરણ વિશે દીપકને અગાઉથી જાણ હતી. આ દરમિયાન પોતાના દીકરા સાથે દીપકની પત્ની મેળામાં ફરવા માટે પહોંચી હતી. જ્યાં દીપક પણ પુલ પાસે તાક લગાવીને છુપાઈ ગયો હતો. તેને ખાતરી હતી કે અહીં પત્નીનું જેની સાથે અફેર છે તે યુવક પણ આવશે.
જાેતજાેતામાં પત્નીનો પ્રેમી પણ આ મંદિરમાં પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે દીપકે પુલ પાસેના રોડથી જ તેના પ્રેમીની પાછળ પાછળ જવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી થોડાસમય સુધી દર્શન કર્યા બાદ દીપકની પત્ની અને પ્રેમી એકબીજાને મળ્યા અને મેળામાં સાથે ફરવા લાગ્યા હતા. પત્નીનું અફેર ચાલી રહ્યું છે એ વાતની ખાતરી થતા જ દીપક ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો.
પત્ની અને તેનો પ્રેમી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આને જાેતા જ પતિએ પાછળથી ચપ્પા વડે પત્નીના પ્રેમી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન હાથ, પગ, મોઢુ અને ગળા સહિતના ભાગમાં પતિએ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી.
નોંધનીય છે કે મેળામાં આ પ્રમાણે હુમલો થયો હોવાની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ હતી. આસપાસના લોકો ભાગવા લાગ્યા હતા. ત્યારે બીજી બાજુ એકપછી એક ચપ્પાના ઘા ઝીંકવામાં આવતા પત્નીના પ્રેમીની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.
બંદોબસ્તમાં હાજર જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને દીપક પાસેથી છરી ઝૂંટવી લીધી હતી. જાેકે ત્યારપછી ઈજાગ્રસ્ત યુવકને ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ શરૂ કરી. મેળામાં નાસભાગ થઈ એનો લાભ ઉઠાવીને દીપક ત્યાંથી નાસી છૂટ્યો હતો.
જાેકે આને પકડવા માટે પોલીસે ૩ ટીમો બનાવી અને તેને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દીપક પણ ધરપકડ તથા લોકો ગુસ્સામાં હુમલો કરશે એના ભયથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. બીજી બાજુ માહિતી મળી કે દીપકની પત્નીના પ્રેમીને ગંભીર ઈજા પહોંચતા તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન દીપકે કહ્યું કે તેની પત્નીનું ઘણા સમયથી એક યુવક સાથે અફેર હતું.
અવાર નવાર તેઓ મળતા હતા. જાેકે આને લઈને ઘણીવાર દીપક અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. એટલું જ નહીં પત્નીનો એને છોડીને પિયર જતી રહી હતી.
આ દરમિયાન દીપકે છૂટાછેડા માંગ્યો તો પણ પત્નીએ ન આપ્યા. તેવામાં પત્નીનું પ્રેમ પ્રકરણ અને છૂટાછેડા ન મળતા દીપક કંટાળ્યો હતો. તેને ગુસ્સામાં આવી મેળામાં પત્નીના પ્રેમીને પતાવી નાખ્યો હતો. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.SS1MS