પત્નિએ પોતાના પતિની હત્યા માટે પ્રેમીને જ સોપારી આપી હતીઃ 4 ની અટકાયત
પાંચ માસ પહેલાનાં બનાવનો ભેદ ઉકેલી કાઢી પોલીસે મૃતકની પત્નિ તેના પ્રેમી સહિત ચારની અટકાયત કરી
દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ખુલ્લા ખેતરમાં આવેલ એક કુવામાંથી પાંચેક માસ પહેલા ડીકંપોઝ હાલતમાં પુરૂષની લાશ મળી આવી હતી.
જેમાં મૃતક વ્યક્તિની પÂત્ન ખુદ પોતાના પતિને મારી નાંખવા માટેની સોપારી તેના પ્રેમીને આપી હતી અને પ્રેમી દ્વારા તેના ભાણેજ તેમજ અન્ય ત્રણ જેટલા સાગરીતોની મદદથી મૃતક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દેવાના આ બનાવને પગલે પોલીસે મૃતકની પત્નિ, તેના પ્રેમી તેમજ અન્ય બે આરોપીઓ મળી ચારની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતાં.
ગત તા.ર૧મી એપ્રિલ ર૦ર૪ના રોજ ગરબાડાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલ કુવામાંથી ડીકંપોઝ હાલતમાં ૪૮ વર્ષીય હિંમતાભાઈ સુરજીભાઈ મંડોડ (રહે. ગુલબાર, પાટીયા ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક હિમતાભાઈના પુત્ર દ્વારા ગરબાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.
મૃતક હિમતાભાઈના વાલીવારસો તથા લાગતા વળગતા વ્યક્તિઓની યુક્તિ પ્રયુકિતથી વિશેષ પુછપરછો કરતાં જેમાં હિમતભાઈ ગુમ થયા તે વખતે સૌથી છેલ્લા સમયે હિમતાભાઈ સાથે તેમનો કુટુંબી રસુલભાઈ મેહીયાભાઈ મંડોડ (રહે. ગુલબાર, ફળિયા, તા.ગરબાડા, જિ. દાહોદ) હોવાનું જણાઈ આવ્ય્ હતું ત્યારથી પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી
અને આ મામલે રસુલભાઈની માહિતી મેળવતા રસુલભાઈને મૃતક હિમતાભાઈની પÂત્ન સમુડીબેન ઉર્ફે શૃમાબેન સાથે પ્રેમ સંબંધ હોય જેઓ અવાર નવાર મોબાઈલ ફોન પર વાત પણ કરી સંપર્ક પણ કરતા હતા. ત્યારબાદ પોલીસે રસુલભાઈની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સમુડીબેને પોતાના પતિ હિમતાભાઈને મારી નાંખવા માટે રસુલભાઈને રૂ.પ૦ હજારની સોપારી આપી હની.
નન્નુભાઈ, ઈશ્વરભાઈ અને અન્ય એક ભાઈ મળી ત્રણ ઈસમોએ મૃતક હિમતાભાઈના ગળામાં હિમતાભાઈ ગળે કપડાની આંટી લગાવી તેમજ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ હિમતાભાઈના મૃતદેહને કુવામાં ફેંકી નાસી ગયા હોવાની કુબલાત કરતં પોલીસે તાત્કાલિક નન્નુભાઈ, ઈશ્વરભાઈ તથા હિમતાભાઈની પÂત્ન સમુડીબેનની અટકાયત કરી હતી.