Western Times News

Gujarati News

પતિના ખર્ચે નર્સ બન્યા પછી પત્નીએ પતિને ઓળખવાનો ઇન્કાર કર્યો

મારી પત્ની ભણવામાં હોશિયાર હતી

જાેહન જણાવે છે કે મીનાક્ષી પહેલાથી જ પરિણીત હતી, પરંતુ તે તેના સાસરે જતી ન હતી અને તેના માતા-પિતા સાથે રહેતી હતી

નવી દિલ્હી, મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના પકરિયા ગામમાં રહેતા જાેહન ભારિયા પોતાની સમસ્યા લઈને અનૂપપુર કલેક્ટર પાસે પહોંચ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે તેની પત્ની મીનાક્ષી તેની પાસે આવી રહી નથી. લગ્ન પછી મેં તેના અભ્યાસમાં ઘણો ખર્ચ કર્યો. હવે તે મને ઓળખવાની ના પાડી રહી છે. Wife refuses to recognize husband after becoming nurse at husband’s expense

તે અમારી દીકરીને પણ પોતાની સાથે લઈ ગઇ છે. મારી પત્નીને મારી પાસે પાછી મોકલવામાં આવે. જાેહન જણાવે છે કે મીનાક્ષી પહેલાથી જ પરિણીત હતી. પરંતુ તે તેના સાસરે જતી ન હતી અને તેના માતા-પિતા સાથે રહેતી હતી. આ સમય દરમિયાન હું તેને મળ્યો. તેના પરિવારના દબાણ હેઠળ મેં કોઈને કહ્યા વગર મીનાક્ષી સાથે લગ્ન કર્યા અને તે મારી સાથે રહેવા લાગી. લગ્ન પછી અમને એક પુત્રી હતી. મીનાક્ષી ભણવામાં હોશિયાર હતી.

મેં તેણીને જીએનએમની તાલીમ લેવા માટે ૧ લાખ ૧૫ હજાર રૂપિયા ખર્ચ્યા, તેના માટે મારી વીમા પોલિસી તોડી નાખી, હવે મીનાક્ષી મને ઓળખવાનો ઇનકાર કરી રહી છે, મને તેના પતિ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે, કહે છે કે તેના જીવનમાં કોઈ બીજું આવ્યું છે અને હું બીજી પત્ની શોધી લઉં. જાેહાન વધુમાં કહે છે કે મીનાક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પટાવાળા, શિક્ષક અને નર્સિંગની નોકરી માટે પ્રયાસ કરી રહી હતી.

તેનું સમર્પણ જાેઈને મેં એક લાખ ૧૫ હજાર રૂપિયાની લોન લીધી હતી. આ પછી મીનાક્ષીને જીએનએમમાં તાલીમ આપવામાં આવી. હું બે વર્ષ સુધી દેવામાં રહ્યો. ભણવામાં વધુ પૈસાની જરૂર પડતા મે મારી વીમા પોલીસી તોડાવી હતી અને તે પૈસા મીનાક્ષી પાછળ ખર્ચ્યા હતા. પસંદગી બાદ મીનાક્ષી ખંડવા જિલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. જાેહનના કહેવા પ્રમાણે, નર્સ બન્યા પછી મીનાક્ષી બદલાઈ ગઈ.

તેણે મારી પાસે આવવાનું બંધ કરી દીધું અને તેના મામાના ઘરે રહેવા લાગી. જ્યારે મેં તેણીને મારા ઘરે પાછા આવવાનું કહ્યું ત્યારે તેણીએ મને તેના પતિ તરીકે સ્વીકારવાની ના પાડી અને મને ઓળખવાની પણ ના પાડી. તે કહેવા લાગી કે તેના જીવનમાં કોઈ બીજું આવ્યું છે, તું બીજી પત્ની શોધી લે. જાેહાને કહ્યું કે તે તેની સાત વર્ષની પુત્રીને લઈને ગુજરાતમાં કામ કરવા જતો રહ્યો.

મીનાક્ષી તેના ભાઈ અમિત અને અન્ય વ્યક્તિ સાથે ગુજરાતમાં તેની પાસે આવી હતી. અહીં આવ્યા બાદ ત્રણેય જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી મારી પુત્રીને મારી પાસેથી બળજબરીથી લઈ ગયા હતા. મીનાક્ષીએ મને કહ્યું કે તેણે કોઈ વ્યક્તિ પાસેથી ૧.૫ લાખ રૂપિયા ઉછીના લીધા છે અને હવે તે તેની સાથે રહેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.