પત્નીએ કહ્યું રોહિત રોયને એક્ટિંગ નથી આવડતી
મુંબઈ, ફેમસ એક્ટર રોહિત રોયે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘સ્વાભિમાન’ શોથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું, જેને લઈને તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
જોકે, તે સમયે રોહિત પોતાનું સ્ટારડમ ન સાંભળી શક્યો, જેને લઈને તેમણે પોતાના પ્રોફેશનલ કરિયરમાં ઘણા ખોટા નિર્ણયો લીધા અને તેમનો ડાઉનફોલ શરુ થઇ ગયો. તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેમાં પણ તેમને અપેક્ષા મુજબ સફળતા ન મળી. તાજેતરમાં રોહિત રોયે આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ડાઉનફોલ માટે પોતાના અહંકારને જવાબદાર ઠેરવ્યો હતો.
તેમણે સ્વીકાર્યું કે ‘સ્વાભિમાન’ની સફળતા તેમના માથે ચડી ગઈ હતી. એક ઈન્ટરવ્યુમાં રોહિત રોયે કહ્યું કે, ‘હું ખૂબ જ અહંકારી હતો. હું મુંબઈનો નથી, હું અમદાવાદનો છું, જે એક નાનું શહેર હતું. મેં ત્યાંથી જ મારો અભ્યાસ કર્યો છે. હું સારો વિદ્યાર્થી હતો.
હું એક્ટિંગમાં આવ્યો તો સ્વાભિમાન શો ઘણો હિટ થયો હતો. મને રાતોરાત સક્સેસ મળી ગઈ હતી. જો હું મહેનત કરીને ત્યાં પહોંચતો, તો હું ચોક્કસથી તેની રિસ્પેક્ટ કરી શક્યો હોત, પરંતુ મેં એવું કંઈ નહોતું કર્યું. રોહિત રોયે કહ્યું, ‘આમ તો શોની સફળતામાં મારી કોઈ ભૂમિકા નહોતી.
હું બસ ચાલી ગયો, શો પણ ચાલી ગયો. આ કૈંક એવું છે જે મને સંયોગથી મળી ગયું. હું એક ટ્રેન્ડ એક્ટર નહોતો. તેની સફળતા મારા માથે ચડી ગઈ. મને લાગવા માંડ્યું કે હું જે પણ વસ્તુને સ્પર્શ કરીશ, તે સોનુ બની જશે. મારામાં ઘમંડ આવી ગયો. જો કોઈ મારા જેટલું ઝડપી નથી વિચારી રહ્યું, તો હું અધીરો થઈ જતો.
તે સમયે લોકો મને એક સ્ટાર તરીકે જોઈ રહ્યા હતા અને સ્ટાર માટે આવું વર્તન કરવું યોગ્ય નહોતું માનવામાં આવતું. હું તેને વધુ સારી રીતે સંભાળી શકતો હતો, પરંતુ હું યુવાન અને બોલ્ડ હતો. અભિનેતાએ ખુલાસો કર્યો કે તે સમયે તેના મિત્રો પણ તેની સક્સેસ એન્જોય કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે એકવાર તેની પત્ની માનસી જોશીએ તેની ખૂબ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તને કોઈ એક્ટિંગ નથી આવડતી.
રોહિત રોયે કહ્યું, ‘એકવાર મારી પત્નીએ મને એક્ટિંગ વિશે કહ્યું હતું કે તને એક્ટિંગ કરતા નથી આવડતું, તમે પ્રયત્ન પણ નથી કરી રહ્યા. તમે માત્ર અમિતાભ બચ્ચનની કોપી કરતા રહો છો. મેં કહ્યું કે તને એક્ટિંગ નથી આવડતી. આખો દેશ મારી સક્સેસ સેલિબ્રેટ કરી રહ્યો છે.
જો તે દિવસે મેં માનસીની વાત સાંભળી હોત, તો મારી એક્ટિંગ શીખવાની જર્ની થોડી ઝડપી બની હોત. ઉલ્લેખનીય છે કે રોહિત રોયે ૨૦૧૭માં રિલીઝ થયેલી હ્રિતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’માં વિલનની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાના અભિનયથી ફેન્સના દિલ જીતી લીધા હતા.
રોહિત રોયનો ભાઈ રોનિત રોય પણ ‘કાબિલ’માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે, રોહિત રોય છેલ્લે વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી બંગાળી ફિલ્મ ‘ચેંગીઝ’માં જોવા મળ્યો હતો.SS1MS